ગુજરાત

gujarat

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી સચિવાલય 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત

By

Published : Jun 7, 2021, 12:21 PM IST

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે સરકારે સરકારી અને ખાનગી તમામ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ધીમે ધીમે હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે આ નિર્ણયને પરત ખેંચ્યો છે. એટલે આજથી હવે સચિવાલયમાં 100 ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ થઈ છે.

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી સચિવાલય 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી સચિવાલય 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત

  • સંક્રમણ ઘટતા આજથી 100 ટકા સ્ટાફ સાથે સચિવાલય કાર્યરત
  • સરકારે એપ્રિલમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યકરવાની આપી હતી સૂચના
  • આજથી ખાનગી કંપનીઓ પણ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત

ગાંધીનગરઃ રાજ્યમાં એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, એક દિવસમાં 14,000 જેટલા કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે આંશિક લૉકડાઉન અને સરકારી કચેરીઓ તથા ખાનગી કચેરીમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ જે રીતે હવે મે અને જૂન મહિનામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવ્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 5 જૂનના રોજ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં 7 જૂનથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે, જેમાં આજે સચિવાલય તમામ કર્મચારીઓ સાથે ફરી કાર્યરત થઈ છે.

સરકારે એપ્રિલમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યકરવાની આપી હતી સૂચના

આ પણ વાંચો-જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ

મીટિંગ નહીં વીડિયો કોન્ફરન્સ યોજવાની સૂચના

રાજ્ય સરકાર દ્વારા 7 જૂનથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને ખાનગી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓએ મીટિંગમાં હાજર રહેવાના બદલે વીડિયો કોન્ફરન્સ યોજીને મીટિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે..

સંક્રમણ ઘટતા આજથી 100 ટકા સ્ટાફ સાથે સચિવાલય કાર્યરત

આ પણ વાંચો-અમદાવાદમાં બી.યુ. પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ

ખાનગી કંપનીઓ પણ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 5 જૂનના રોજ જાહેરાત કરી હતી કે, સાત જૂનથી રાજ્યની તમામ સરકારી કચેરી 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે. આ જાહેરાતમાં ખાનગી કંપનીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે આજથી ખાનગી કંપનીઓ પણ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે. આ સાથે જ તમામ કંપની અને કચેરીઓમાં તમામ કર્મચારીઓએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા અને વારંવાર હાથ સેનેતાઈઝ કરવાની સૂચના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

સરકારે એપ્રિલમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યકરવાની આપી હતી સૂચના

કોરોના ગાઈડલાઇન્સનું કરવું પડશે પાલન

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીમાં 100 ટકા સ્ટાફ સાથે કાર્ય કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 7 જૂન એટલે કે આજથી રાજ્યની તમામ કચેરીમાં 100 ટકા સ્ટાફની કાર્ય શરૂ કરવામાં આવી છે ત્યારે કોરોનાથી સુરક્ષિત બચવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 ગાઈડલાઇન્સ કે, જેમાં સામાજિક અંતર ફેસ માસ્ક ફરજિયાત પહેરવું અને સેનિટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details