ગુજરાત

gujarat

સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરનારા આરોપીની ACB કરશે તપાસ

By

Published : Jan 19, 2021, 10:43 PM IST

રાજ્યના શહેર જિલ્લા અને તાલુકાના વિકાસ માટે ધારાસભ્ય અને સાંસદ સભ્યની ગ્રાન્ટ મહત્વની સાબિત થાય છે પરંતુ રાજ્યમાં પ્રથમ વખત એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ સરકારી કર્મચારીએ ખોટા બિલો રજૂ કરીને સાંસદ સભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરી હતી.

સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરનારા આરોપીની  ACB કરશે તપાસ
સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરનારા આરોપીની ACB કરશે તપાસ

  • સંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત મામલો
  • હવે ઉચાપત કરનારા અધિકારી વિરુદ્ધ ACB કરશે કાર્યવાહી
  • આક્ષેપિત પરેશ જોશીની ACB દ્વારા કરવામાં આવશે તાપસ

ગાંધીનગરઃ રાજ્યના શહેર જિલ્લા અને તાલુકાના વિકાસ માટે ધારાસભ્ય અને સાંસદ સભ્યની ગ્રાન્ટ મહત્વની સાબિત થાય છે પરંતુ રાજ્યમાં પ્રથમ વખત એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ સરકારી કર્મચારીએ ખોટા બિલો રજૂ કરીને સાંસદ સભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરી હતી. તેવી હોવાની ફરિયાદ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં આવી છે. જે સંદર્ભે etv ભારત દ્વારા 18 જાન્યુઆરીએ અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે આજે રાજ્ય સરકારે આ તમામ કાર્યવાહી એસીબીને સોંપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે.

સમગ્ર કૌભાંડની તપાસ ACB કરશે

સાબરકાંઠાના કલેકટરની રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ અને લેખિત ફરિયાદ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આક્ષેપિત અધિકારી પરેશ જોષી સામે ACB દ્વારા તપાસ કરવામાં આવશે અત્યારે આ અધિકારીની બેનામી સંપત્તિ અંગે પણ ACB તપાસ કરશે તેવી પણ માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે. જ્યારે ઘટનામાં સ્ટેટ પોલીસ એજન્સીને પણ તપાસ કરવાની સૂચના અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

કલેક્ટરે કર્મચારી વિરુદ્ધ નોંધી ફરીયાદ

સમગ્ર ઘટના સામે આવતા સાબરકાંઠાના કલેક્ટર પ્લાનિંગ કર્મચારી પરેશ જોષી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે કયા કયા બિલો ખોટા મૂકવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. તે સમગ્ર કૌભાંડ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ સાબરકાંઠાના કલેક્ટરે આ સમગ્ર ફરિયાદ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં પણ લેખિતમાં કરવામાં આવી હતી.

સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉચાપત કરનારા આરોપીની ACB કરશે તપાસ

CM રૂપાણીને કરાઈ સમગ્ર ઘટના બાબતે જાણ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના સંત વન વિભાગમાંથી રાજ્યના તમામ સંસદસભ્યો અને ધારાસભ્યોને પોતાના વિસ્તારના વિકાસ માટેની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે, ત્યારે સાબરકાંઠામાંની ગ્રાન્ટમાંથી જે ઉચાપત કરવામાં આવી છે. તે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તક એવા સામાન્ય વહીવટી વિભાગમાં પણ સાબરકાંઠા કલેક્ટર લેખિતમાં જાણ કરી હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે, ત્યારે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાને પણ કૌભાંડ અંગે જાણ કરવામાં આવી હતી.

1 કરોડની ઉચાપત કરી હોવાનો આક્ષેપ

મળતી માહિતી પ્રમાણે આક્ષેપિત અધિકારી પરેશ જોષીએ ધારાસભ્યને સાંસદ સભ્યને ગ્રાન્ટમાંથી કુલ એક કરોડ રૂપિયાના ખોટા બિલ પાસ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે, ત્યારે હવે ACBની તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details