ગુજરાત

gujarat

ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી વધુ 85 ટકા પરિણામ રાજકોટ જિલ્લાનું

By

Published : May 12, 2022, 10:09 AM IST

Updated : May 12, 2022, 11:12 AM IST

રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર (Std 12 Science Result Declared) થઈ ગયું છે. આ વખતે 72.02 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજકોટ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.

ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી વધુ 85 ટકા પરિણામ રાજકોટ જિલ્લાનું
ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી વધુ 85 ટકા પરિણામ રાજકોટ જિલ્લાનું

ગાંધીનગરઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ (Std 12 Science Result Declared) 72. 4 ટકા આવ્યું છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ સાથે જ ગુજકેટ 2022નું પણ પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ આ પરિણામ www.gseb.org પર જોઈ શકશે.

શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા - આ અંગે માહિતી આપતા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani on Std 12 Result ) જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓને પરિણામની શુભેચ્છા. આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. આ વખતે ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમરેલીના લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું 33.33 ટકા પરિણામ દાહોદના લીમખેડા કેન્દ્રનું આવ્યું છે.

આ પણ વાંચો-બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...

ક્યાં કેટલું પરિણામ આવ્યું - રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 85.78 ટકા પરિણામ (Highest Result of Rajkot ) આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.19 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે જ 100 ટકા પરિણામ (Std 12 Science Result Declared) ધરાવતી શાળાઓની સંખ્યા 64 છે. જ્યારે 10 ટકાથી પણ ઓછું પરિણામ ધરાવતી 61 શાળા છે. આ સાથે જ 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તો અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 72.57 ટકા છે. જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી 72.04 ટકા છે.

આ પણ વાંચો-LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS

અમદાવાદના અસારવા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ -આ સિવાય A ગૃપના ઉમેદવારોનું પરિણામ 78.40 ટકા, B ગૃપના ઉમેદવારોનું પરિણામ 68.58 ટકા અને AB ગૃપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યું છે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ગેરરીતિના કુલ 122 કેસ નોંધાયા હતા. અમદાવાદની વાત કરીએ તો, અસારવા કેન્દ્ર 71.46 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.

Last Updated :May 12, 2022, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details