ગુજરાત

gujarat

આંશિક Lockdownમાં પણ રાજ્ય સરકારની આવક યથાવત, જાણો કારણ...

By

Published : Jun 8, 2021, 5:31 PM IST

રાજ્યમાં એપ્રિલ માસમાં સતત વધી રહેલા Corona Positive Caseને કારણે રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરીને નાની બજારો અને દુકાનો શોપિંગ કોમ્પ્લેક્સ બંધ કરાવી દીધા હતા અને 36 શહેરમાં રાત્રી કરફ્યૂ લગાવી દીધું હતું. આમ છતાં રાજ્ય સરકારની આવકમાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી.

ETV Bharat
આંશિક Lockdownમાં પણ રાજ્ય સરકારની આવક યથાવત

  • આંશિક Lockdownમાં રાજ્ય સરકારની આવક યથાવત
  • સરકારને સામાન્ય નુકસાન થવું હોવાની વાત
  • GSTની આવક પણ નોંધાઇ
  • આંશિક Lockdownમાં 1.41 કરોડની આવક
  • લોકોએ Lockdownમાં મકાનની ખરીદી પણ કરી
    આંશિક Lockdownમાં પણ રાજ્ય સરકારની આવક યથાવત

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ માસમાં સતત વધી રહેલા Corona Positive Caseને કારણે રાજ્ય સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરીને નાની બજારો અને દુકાનો શોપિંગ કોમ્પ્લેક્સ બંધ કરાવી દીધા હતા અને 36 શહેરમાં રાત્રી કરફ્યૂ લગાવી દીધું હતું. જેથી સરકારની આવકમાં ઘટાડો થયા તેવી વાત ચાલી રહી હતી, પરંતુ સરકારની આવકમાં કોઈ ઘટાડો નોંધાયો ન હોવાનું સરકારી સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. આ સાથે જ GST વિભાગ સહિત રાજ્યના અન્ય વિભાગોમાં મહત્વની આવક નોંધાઇ છે.

રાજ્યમાં GSTની આવક 1.41 કરોડ નોંધાઇ

રાજ્યના નાણા વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં GSTની આવકમાં 41 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે અન્ય આવક બાબતે રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલની કાર્યાલયમાં આ બાબતે પૂછપરછ કરતા નાણાંની આવકે સરકારનો ખાનગી પ્રશ્ન છે. જેથી રાજ્ય સરકારે ગત 2 મહિનામાં કેટલી ચોખ્ખી આવક થાય તે બાબતે કોઈ આંકડો આપ્યો નહોતો.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા માતાપિતાના બાળકો માટે કરી જાહેરાત, 50 જેટલા બાળકોએ કરી સરકારમાં અરજી

ટ્રાન્સપોર્ટ વિભાગમાં 570 કરોડની આવક

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિનામાં આંશિક Lockdown લાદવામાં આવ્યું હતું, પરંતુ RTO અને ટ્રાન્સપોર્ટ વિભાગ સતત કાર્યરત રહ્યું હતું. ફક્ત 2 મહિનાની અંદર જ ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગમાં 570 કરોડ રૂપિયાની આવક નોંધાઇ છે. આમ RTOમાં નવા વાહનોના ટેક્ષ, મનપસંદ નંબર, લાયસન્સની ફી જેવી વિવિધ સર્વિસના ચાર્જ રૂપે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગને 2 મહિનામાં જ અંદાજે 570 કરોડ રૂપિયાની આવક નોંધાઇ છે.

સ્ટેમ્પ ડ્યુટીમાં કરોડોની આવક નોંધાઇ

રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી અંતર્ગત એપ્રિલ મહિનામાં 694.77 અને મે મહિનામાં આશરે 15.41 કરોડની આવક નોંધાઇ છે. આમ Lockdownમાં પણ રિયલ એસ્ટેટ અને નવા મકાનોના વેચાણમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. આમ ફક્ત 2 મહિના 710.18 કરોડની આવક મહેસુલ વિભાગમાં નોધાઈ છે.

આ પણ વાંચોઃ કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય : ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો

30 કરોડ રૂપિયા સરકારી પગાર અને પેન્સનનો ખર્ચ

ગત Lockdownમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર પેન્શન આપવાની પણ જાહેરાત કરી હતી, ત્યારે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનનો આંકડો પણ જાહેર કર્યો હતો. ગુજરાત સરકારમાં 30 કરોડ રૂપિયાનો ખર્ચ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્સન માટે ખર્ચ કરવામાં આવતો હોવાની વાત ગત વર્ષે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી.

ખેડૂતો માટે સરકારે આપી સહાય

2 મહિનામાં કોરોનાની બીજી લહેરમાં સરકારી તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થોડા દિવસ પહેલા મહત્વની જાહેરાત કરી હતી કે, રાજ્યમાં નાના ધિરાણ લીધેલા ખેડૂતોના વ્યાજ પણ સરકાર દ્વારા ભરવામાં આવશે. જેથી રાજ્ય સરકારને વધુ 241.50 કરોડનો આર્થિક બોઝો વધશે. રાજ્ય સરકાર આવા ખેડૂતો માટે 30 જૂન સુધી 4 ટકા વ્યાજ રાહત ચૂકવશે.

જૂન-જુલાઈ માસ માટે અબોલા પશુ દીઠ 25 દૈનિક સહાય

આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેર અને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે રાજ્યના મૂંગા અબોલ પશુઓને ઘાસચારો પશુઆહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી ભાવના રાખીને રાજ્યની રજિસ્ટર ગૌશાળા પાંજરાપોળ નોંધાયેલા પશુઓ માટે પશુ દીઠ દૈનિક 25 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.50 લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઈ 2 મહિના દીઠ સુધી રોજના 25 રૂપિયાની સહાય રાજ્ય સરકાર ચૂકવશે. જેથી રાજ્યને 70 કરોડનો વધારાનો બોજો વહન કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details