ગુજરાત

gujarat

ભાજપના 4 રાજ્યના વરિષ્ઠ કાર્યકર્તાઓ આવી રહ્યા છે ગુજરાત, ધારાસભ્યો પર રાખશે વૉચ

By

Published : May 24, 2022, 7:46 PM IST

Updated : May 24, 2022, 7:51 PM IST

ગુજરાતમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ(Preparations for Gujarat Assembly elections) પુરજોશમાં ચાલી રહી છે. ભાજપના 4 રાજ્યના વરિષ્ઠ કાર્યકર્તાઓ(Senior BJP workers) પાસે સર્વેના આધારે આગળની રણનીતિ બનાનવા રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. ચાલો જાણીયે શું હશે આ સર્વેમાં અને અન્ય માહિતીઓ જે એકત્રિત કરીને ભાજપ ચૂંટણીલક્ષી રણનીતિ બનાવશે.

ભાજપના 4 રાજ્યના વરિષ્ઠ કાર્યકર્તાઓ આવી રહ્યા છે ગુજરાત, પ્રચાર માટે કઈ રીતની અને શું હશે વ્યવસ્થા?
ભાજપના 4 રાજ્યના વરિષ્ઠ કાર્યકર્તાઓ આવી રહ્યા છે ગુજરાત, પ્રચાર માટે કઈ રીતની અને શું હશે વ્યવસ્થા?

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની વાર છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) ભાજપ પક્ષ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે સામે છે. વધુમાં વધુ બેઠક જીતીને વર્ષ 2022માં પણ ભાજપ પક્ષે ફરીથી સરકાર બનાવવાની તખ્તો તૈયાર કર્યો છે. જેમાં રાજ્યની 182 વિધાનસભાની બેઠકમાં ભાજપના અન્ય રાજ્યોના વરિષ્ઠ કાર્યકર્તાઓ(Senior BJP workers from four states) દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

સર્વકાલીન સભ્યો કરશે સર્વે -ભાજપ પક્ષના સભ્ય તરફથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતની 182 જેટલી વિધાનસભાની બેઠક પર ભાજપ પક્ષ દ્વારા 6 મહિના સુધી સર્વકાલીન કાર્યકર્તાઓને જવાબદારી(Responsibility to BJP workers) સોંપવામાં આવી છે. જે પ્રમાણે જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય નહીં, ત્યાં સુધી અથવા તો જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી જાહેર થાય નહીં અને જે તે રાજ્યના કાર્યકર્તાઓએ ફરજિયાત જીતે ત્યાં સુધી વિધાનસભા વિસ્તારમાં રહેવું પડશે. ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ તથા લોકો વચ્ચે કયાં પક્ષનો માહોલ થઇ રહ્યો છે. તે તમામનો એક રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. આ રીપોર્ટ પરથી નજર પક્ષ દ્વારા કયા ચહેરાની ટિકિટ આપી શકાય છે અને કયો વ્યક્તિ જે તે વિધાનસભામાં મજબૂત છે, તે અંગેનો પણ સ્પષ્ટ ચિતાર ભાજપ પક્ષ મેળવશે.

આ પણ વાંચો:Hardik Patel quits Congress: હાર્દિક પટેલ ભાજપમાં કયા કારણોસર જોડાશે?

1 બેઠક 2 સર્વેયર -ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર ભાજપના તમામ બેઠક પર 6 મહીના સર્વકાલીન સભ્યોની નિમણૂક કરી દેવામાં આવશે, જ્યારે આ તમામ સભ્યો ગુજરાત ભાજપ પક્ષના નહી પણ અન્ય રાજ્યના ભાજપ પક્ષના કાર્યકર્તાઓ હશે. જે સૌ પ્રથમ જે તે વિધાનસભાના ધારાસભ્યનો એક રિપોર્ટ તૈયાર કરશે ત્યારબાદ કયા પક્ષ તરફ નાગરિકોનો ઝુકાવુ છે? શા માટે છે? અને ભાજપે મજબૂત થવું હશે, તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા તે તમામનો એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ભાજપ ગુજરાતને આ રિપોર્ટ સોંપવામાં આવશે. જો મહત્વની વાત કરવામાં આવે તો એક બેઠક પર બે જેટલા સર્વેની ટીમ કાર્યરત રહેશે. જ્યારે જે ભાજપના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં મજબૂત હશે તો તેમને પ્રચાર માટે કઈ રીતની વ્યવસ્થા કરવી તે અંગેના પણ આયોજન કરવામાં આવશે.

રાજ્યની 182 વિધાનસભાની બેઠકમાં ભાજપના અન્ય રાજ્યોના વરિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે..

ક્યાં રાજ્યના કાર્યકરો આવશે ગુજરાત - હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ભાજપના કાર્યકર્તાઓ ગુજરાતના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના પણ લોકો સુધી પહોંચાડશે. આ ઉપરાંત, અત્યારે અનેક વિધાનસભા બેઠક પર સર્વેનું કામકાજ પણ શરૂ થઇ ચૂક્યું છે. આ સર્વેના રીપોર્ટ બાદ જ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારને(Decide Candidate from Survey report) નક્કી કરવામાં આવશે.

ટિકિટ વહેંચણી મુદ્દે પણ ફોલોઅર્સ જોવા મળશે -વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ટિકિટ વહેંચણી મુદ્દે ઉમેદવારોના સોશિયલ મીડિયાની માહિતી પણ લેવામાં આવશે. જે તે ઉમેદવાર સોશિયલ મીડિયામાં કેટલા એક્ટિવ(BJP Candidate Active in Social Media) છે અને કેટલા ફોલોઅર્સ છે? આ સાથે જ કેટલા ફોલોઅર્સ વધારી શકે છે. તે તમામ પ્રકારની માહિતી ટિકિટ વહેંચણી મુદ્દે પણ ધ્યાનમાં લેવામાં આવશે. આમ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત સોશિયલ મીડિયાના અને સોશિયલ મીડિયામાં જે તે વ્યક્તિ કેટલા એક્ટિવ છે તે અંગેની પણ કોલમ ખાસ રાખવામાં આવશે. જ્યારે ભાજપના તમામ આગેવાનો ધારાસભ્યો અને મુખ્ય સંગઠનના પદાધિકારીઓ સાથે બે કલાક જેટલી બેઠકમાં પીએમ મોદીએ તમામ ધારાસભ્યો અને સંગઠનના પ્રધાનોને સોશિયલ મીડિયામાં ફોલોવર્સ(Social Media Followers of Ministers ) વધારવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?

સોસિયલ મીડિયા એક્ટિવ રહો -ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ બહોળો પ્રચાર થયો હતો. સોશિયલ મીડિયાના પ્રચારથી લોકો સુધી સંદેશ પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે જે પેટર્ન અપનાવી હતી. તે જ પેટર્નથી સોશિયલ મીડિયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેવાની સૂચના પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ આપી હતી. કેન્દ્રીય પ્રચાર પ્રસાર પ્રધાન દેવુસિંહ ચૌહાણે વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષ તરફથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે અત્યારના ફાસ્ટ જમાનામાં તમામ લોકો સુધી પહોંચી શકાય તેમ નથી. જેથી સોશિયલ મીડિયામાં વધુમાં વધુ ફોલોઅર્સ કરો સાથે જ તમામ જે સરકારની માહિતી કે જાહેરાત(Government Announcement and Information) છે. તે સોશિયલ મીડિયામાં પણ કરવામાં આવે, જેથી લોકો સરળતાથી સમજી શકે અને સહકારની વાત લોકો સુધી સારી રીતે પહોંચી શકે.

Last Updated :May 24, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details