ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, સાબરડેરીમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

By

Published : Jul 18, 2022, 4:34 PM IST

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા કેન્દ્રમાંથી આવતા પ્રધાનોની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat visit) વધી રહી છે. વડાપ્રધાન મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં આવીને તેઓ બે દિવસનું ટૂકું રોકાણ કરીને અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે. આ બે દિવસીય કાર્યક્રમને રાજકીય દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે છે.

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, સાબરડેરીમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે
વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, સાબરડેરીમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

ગાંધીનગર:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતની (PM Modi Gujarat Visit) મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 28 અને 29 એમ બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. અમદાવાદ એરપોર્ટ પર (PM Modi Ahmedabad Visit) આવ્યા બાદ તેઓ આ વખતેના પ્રવાસમાં સાબરડેરીના (Sabar Dairy Himatnagar) એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત ગિફ્ટ સિટીના (GIFT City Gandhinagar) એક આયોજનમાં પણ ખાસ ભાગ લેશે. ગુજરાત રાજ્યમાં ભારે વરસાને કારણે SPGએ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. જેનું હવે આયોજન થઈ રહ્યું છે. તારીખ 15 જુલાઈના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા. પણ ભારે વરસાદને કારણે શક્ય બન્યું નહીં.

આ પણ વાંચો: તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ સૂતા હોય ત્યાં શ્વાન પણ મારે છે આંટા

3 મોટા પ્રોજેક્ટ:આ વખતે ગુજરાતમાં આવીને વડાપ્રધાન મોદી ત્રણ મોટા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ પહેલા પણ જ્યારે માતા હીરાબાનો જન્મદિવસ હતો ત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યારે જગન્નાથપુરી રથયાત્રા વખતે વડાપ્રધાન મોદીએ ખાસ પ્રસાદ મંદિરમાં મોકલ્યો હતો. જોકે, આ વખતેના પ્રવાસને પ્રોજેક્ટની સાથોસાથ રાજકીય દ્રષ્ટિકોણથી વધારે જોવામાં આવે છે.

આ પણ વાંચો: ફાયર વિભાગે હોસ્પિટલમાં કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, ફટકારી દીધી નોટિસ

ગાંધીનગર મુલાકાત: આ પહેલાના પ્રવાસ વખતે તેમણે ગાંધીનગરમાં આયોજિત એક ખાસ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ગાંધીનગરથી તેમણે ડિજિટલ ઈન્ડિયા વીકનો પ્રારંભ કર્યો હતો. જેમાં ટેકનોલોજી ક્ષેત્રે થયેલા મોટા સાહસની અને એનાથી આવેલા મસમોટા પરિવર્તનની વાત સમજાવી હતી. આ કાર્યક્રમમાં મહાત્મા મંદિરમાં 200થી વધારે સ્ટોલના ડિજિટલ મેળાની મુલાકાત લીઈને જુદી જુદી ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details