ગુજરાત

gujarat

2022ની ચૂંટણીમાં રીપિટ થીયરી લાગુ કરવી કે નહીં એ વડાપ્રધાન મોદી નક્કી કરશે: સી. આર. પાટીલ

By

Published : Oct 1, 2021, 5:24 PM IST

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar corporation Election) માટે BJP દ્વારા જાહેર પ્રચાર અભિયાનના અંતિમ દિવસે 20 કિ.મી. લાંબો રોડ-શો યોજાયો હતો. પેથાપુરથી કુડાસણના આ રોડ-શોમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાયા હતા. આ દરમિયાન સી.આર. પાટીલે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રીપિટ થીયરી વિશે કહ્યું હતું કે, આગામી સમયમાં એ લાગુ કરવી કે નહીં તે વડાપ્રધાન મોદી નક્કી કરશે.

PM Modi will decide whether to imply No repeat theory in Gujarat Assembly elections 2022 says C R Patil
PM Modi will decide whether to imply No repeat theory in Gujarat Assembly elections 2022 says C R Patil

  • BJPના રોડ-શોમાં મુખ્યપ્રધાન અને પાટીલ જોડાયા
  • પેથાપુરથી કુડાસણ સુધીનો રોડ-શો યોજાયો
  • રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

ગાંધીનગર: રવિવારના રોજ પાટનગરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આ ચૂંટણી પ્રચારમાં BJPએ સૌથી મોટો રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં તમામ સેક્ટર અને મ.ન.પા. વિસ્તારને આવરી લેવામાં આવ્યા હતા. સી.આર.પાટીલ પેથાપુરથી કુડાસણ સુધીના આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ખાસ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન નવા પ્રધાન મંડળમાં સામેલ થયેલા પ્રધાન એવા અર્જુનસિંહે પણ કેટલીક મહત્વની વાત કહી હતી.

2022ની ચૂંટણીમાં રીપિટ થીયરી લાગુ કરવી કે નહીં એ વડાપ્રધાન મોદી નક્કી કરશે: સી. આર. પાટીલ

પ્રશ્ન : તમારા નેતૃત્વમાં BJP કોર્પોરેશનની ચૂંટણીમાં લડી રહી છે. શું કહેશો, શું પરિણામ રહેશે?

જવાબ: BJP સામૂહિક નેતૃત્વમાં લડે છે. સામૂહિક નેતૃત્વમાં કાર્યકર્તાઓનો સાથ અહીંની જનતા અને કાર્યકર્તાઓનો વિશ્વાસથી અમે આગળ વધીશું. મતદાતાઓ પર અમને વિશ્વાસ છે. પૂરી તાકાત સાથે જીતીશું અને ભવ્ય જીત હાંસલ કરીશું.

પ્રશ્ન : AAP પણ પહેલીવાર પાટનગરમાં લડી રહી છે શું કહેશો?

જવાબ: AAPનો સૌથી મોટો ઇતિહાસ જો ગુજરાતમાં રહ્યો હોય તો એ છે કે, ગુજરાતમાં સૌથી વધુ સીટો પર ડિપોઝિટ ડૂલ થવાનો ઇતિહાસ હોય. તો એ AAPનો છે.

પ્રશ્ન :જે રીતે અન્ય ચૂંટણીઓમાં રીપિટ થીયરી લાગુ કરવામાં આવી શું એ 2022માં લાગુ કરાશે?

જવાબ: આવનાર દિવસોમાં આગામી ચૂંટણીને લઈને રીપિટ થીયરી લાગુ કરવી કે નહીં એ તો નરેન્દ્ર મોદી સાહેબ નક્કી કરશે.

પ્રશ્ન : જે રીતે ચૂંટણીમાં BJPએ પ્રચાર કર્યો છે 5 ઓક્ટોબરે શું રીઝલ્ટ જોવા મળશે

જવાબ: પ્રધાન એવા અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે, બધી જ સીટો પર જંગી લીડથી જીતીશું. યુવાનો હોય કે, મહિલાઓ હોય તમામનો સાથ મળી રહ્યો છે. અમારો જ આગામી મેયર ગાંધીનગરમાં હશે.

ABOUT THE AUTHOR

...view details