ગુજરાત

gujarat

Plantation: ગાંધીનગર મનપા વિસ્તારમાં 1.61 લાખથી વધુ ફૂલછોડ, મોટા વૃક્ષોનું રોપણ કરાશે

By

Published : Jun 22, 2021, 7:40 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષે 1.61 લાખથી વધુ ફૂલછોડ તેમજ મોટા વૃક્ષો વાવવાનું (Plantation) આયોજન કરવામાં આવ્યું છે. હરિયાળી લોકસભા- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહની (Union Minister Amit Shah) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઓનલાઇન ઉપસ્થિતિ રહી હતી.

Plantation: ગાંધીનગર મનપા વિસ્તારમાં 1.61 લાખથી વધુ ફૂલછોડ, મોટા વૃક્ષોનું રોપણ કરાશે
Plantation: ગાંધીનગર મનપા વિસ્તારમાં 1.61 લાખથી વધુ ફૂલછોડ, મોટા વૃક્ષોનું રોપણ કરાશે

  • ટ્રી પ્લાન્ટેશનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓનલાઇન હાજરી આપી
  • તેમના મત વિસ્તારમાં 10 સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ થયો
  • અમિત શાહે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું


    ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે (Union Minister Amit Shah) આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં (Plantation) વૃક્ષારોપણ ઝૂંબેશની શરૂઆત કરી છે. ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત લોકસભા મતવિસ્તારના 10 સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


    પ્રાણવાયુ સમાન ઓક્સિજનનું (Oxygen) મહત્વ કોરોનાકાળમાં સૌને સમજાયું

    વૃક્ષારોપણ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે (Union Minister Amit Shah) વૃક્ષારોપણ (Plantation) અને પ્રકૃતિના જતનનું મહત્વ સમજાવતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2), અને કાર્બન મોનોક્સાઇડ (CO) જેવા કાર્બન ઉત્સર્જન તત્વોના કારણે પૃથ્વી પરના સરેરાશ ઉષ્ણતા તાપમાનમાં વધારો થયો છે. આ તત્વોના ઉત્સર્જનથી ઓઝોન લેયરમાં છિદ્ર પડતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને મહત્તમ ઓક્સિજનનું ઉત્સર્જન કરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાણવાયુ સમાન ઓક્સિજનનું મહત્વ કોરોનાકાળમાં સૌને સમજાયું છે. પૃથ્વી અને માનવ બંનેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજનનો મહત્તમ સોર્સ (Oxygen source ) વૃક્ષો છે ત્યારે નાગરિકોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાની શીખ આપી હતી.

    આ પણ વાંચોઃ Electronic vehicle Policy Update: ટુ-વ્હીલર માટે 20,000, રીક્ષા માટે 50,000 અને કાર માટે 1,50,000ની સબસીડી આપવાની જાહેરાત


2020-21 માં 2,51,000 ફૂલછોડ તેમજ મોટા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Corporation) દ્વારા અભિયાન અંતર્ગત ચોમાસાની સિઝનમાં વર્ષ- 2019-20માં કુલ 1,19,676 અને વર્ષ-2020-21માં 2,51,000 ફૂલછોડ તેમજ મોટા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે શહેરમાં હાલમાં 12 લાખથી વધુ વૃક્ષો હયાત છે. જેને કારણે પર્યાવરણમાં સુધારો થયa છે અને શહેરના પ્રદૂષણમાં ઘટાડો અને શહેરીજનોને મળતા પ્રાણવાયુની માત્રામાં વધારો થયો છે. ચાલુ વર્ષે ગાંધીનગર શહેરમાં 1,61,200 ફૂલછોડ તેમજ મોટા વૃક્ષો વાવવાનું (Plantation) આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details