ગુજરાત

gujarat

Operation Smit: સ્મિતના પિતા ગાંધીનગરમાં રહેતા હોવાનો થયો ખુલાસો, માતા-પિતાના ઝઘડામાં તરછોડાયું બાળક

By

Published : Oct 9, 2021, 4:44 PM IST

Updated : Oct 9, 2021, 6:36 PM IST

Operation Smit: અમદાવાદ-ગાંધીનગર પોલીસના જોઈન્ટ ઓપરેશનને મળી સફળતા, બાળકના પિતા મળી ગયાં
Operation Smit: અમદાવાદ-ગાંધીનગર પોલીસના જોઈન્ટ ઓપરેશનને મળી સફળતા, બાળકના પિતા મળી ગયાં ()

ગાંધીનગરના પેથાપુરમાં ગત રાત્રે મળી આવેલા બાળકને સ્મિત નામ આપવામાં આવ્યું છે. આ બાળકને કોઇ શખ્સ મંદિર પાસે મૂકી નાસી જતો હોવાના સીસીટીવી સહિતની તપાસ રાજ્ય ગૃહપ્રધાનની (HM Harsh Sanghvi) મુલાકાત બાદ વધુ વેગવાન બની હતી. જેમાં પોલીસને બાળકના પિતાની ભાળ મેળવવામાં સફળતા પણ મળી ગઇ છે. ગાંધીનગર-અમદાવાદ પોલીસે (Gujarat Police) સંયુક્તપણે ઓપરેશન સ્મિતની (Operation Smit) કામગીરી શરુ કરી દીધી હતી

  • ગાંધીનગરના પેથાપુરમાં મળેલા બાળકનો મામલો
  • ગાંધીનગર પોલોસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ
  • દેશના તમામ રાજ્યના સ્ટેટ બ્યૂરો ક્રાઈમને એલર્ટ કર્યા
  • ગાંધીનગરની 8 ટીમ તપાસમાં લાગી

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને સંવેદના જગાવનાર બાળક સ્મિતના પિતાને અંતે પોલીસે શોધી કાઢ્યા છે. બાળક સ્મિતના પિતાનું નામ સચીન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે જે ગાંધીનગરના સેક્ટર 6માં રહે છે. આ ઉપરાંત જે સેન્ટ્રો કારમાં બાળકને લવાયું હતું તે અંગેની પણ ઓળખ કરવામાં આવી છે અને પોલીસે GJ01KL7363 નંબરની સફેદ સેન્ટ્રો ગાડી પણ કબજે કરી લીધી છે. બાળકના માતા-પિતા વચ્ચે પારિવારિક ઝઘડો થયો હતો. જેના કારણે આ બાળકને તરછોડ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. અગાઉ આ પરિવાર આ પહેલાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રહી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે.

શું બન્યું હતું

ગાંધીનગરના પેથાપુર પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાની બહાર અજાણ્યો શખ્સ રાત્રે 9 કલાકની આસપાસ બાળક મૂકીને ફરાર થઇ ગયો હતો. ત્યારે સમગ્ર ગાંધીનગરની પોલીસ બાળકને શોધવા (Operation Smit) માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની (Ahmedabad crime branch) ટીમને પણ ઓપરેશનમાં જોડાવાની જાહેરાત કરી હતી. આમ ગાંધીનગરની કુલ આઠ ટીમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકના માતાપિતાને શોધવાના ચક્રો ગતિમાન કરતાં જેમાં પ્રથમ તબક્કે 75 જેટલા સીસીટીવીની તપાસ પણ કરી દેવામાં આવી હતી.

Operation Smit : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ સર્ચ ઓપરેશનમાં

આશરે આઠ-દસ માસના બાળકની છેલ્લાં 12 કલાકથી વધુના સમયથી ડોક્ટર અને પેથાપુરના નવનિર્વાચિત કોર્પોરેટર દીપ્તિ પટેલ (BJP) દ્વારા સારસંભાળ આપવામાં આવી રહી છે.બાળકને ખવડાવવા-હસાવવા અને રમાડવાના તમામ પ્રયત્નો સ્ટાફ દ્વારા કરવામાં આવે છે જે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બાળકનું સ્મિત જોતાં તેનું નામ સ્મિત રાખીને ઓપરેશન સ્મિતની જાહેરાત કરી છે. આ ઓપરેશન સ્મિતમાં ગાંધીનગર પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં સાથે જોડવામાં આવી છે.

ગાંધીનગર-અમદાવાદ પોલીસે સંયુક્તપણે ઓપરેશન સ્મિતની કામગીરી શરુ કરી
8 ટીમો કાર્યરત કરવામાં આવી, તમામ રાજ્યને કરાઈ જાણગાંધીનગર પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ બાળકને શોધવા માટે પોલીસે કરેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસને રાત્રે 9:30 કલાકે બાળક મળ્યું હોવાની વાત મળી હતી. ત્યાર બાદ બાળકના વાલીને શોધવા માટે ગાંધીનગર પોલીસની આઠ ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં એલસીબી અને એસઓજીની ટીમને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ બે મહિલા ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બે ટીમ સ્થાનિક પોલીસની ટીમો સાથે સામેલ થશે. જ્યારે અન્ય બે ટીમ સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે ગાંધીનગરના ગામડામાં મોકલવામાં આવી છે, જ્યારે પોલીસની વધારાની એક ટીમ દેશના તમામ રાજયોના પોલીસ કંટ્રોલરૂમને બાળકની માહિતી પહોચાડવા માટે પણ કાર્યરત કરાઇ છે, જ્યારે અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસે 70થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરી છે.તમામ રાજ્યમાં બાળકના ફોટો મોકલવામાં આવ્યાં

ગાંધીનગર એસપી મયૂર ચાવડાના જણાવ્યા અનુસાર ગાંધીનગર પોલીસે દેશના તમામ રાજ્યમાં બાળકના ફોટા વાયરલ કર્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. જેથી વહેલી તકે બાળકના માતાપિતા મળી શકે. આ ઉપરાંત ગુજરાત પોલીસે દેશના તમામ રાજ્યની પોલીસ સાથે સંપર્કમાં રહીને જે તે રાજ્યની સ્ટેટ ક્રાઈમ રિપોર્ટ વિભાગને પણ બાળકના ફોટા સાથેની તમામ વિગતો આપવામાં આવી છે. જેથી બાળકની વિગતો વધુમાં વધુ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે.

હર્ષ સંઘવીએ બાળકને રમાડયું

આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યાં હતાં અને બાળક સાથે દસ મિનિટ જેટલો સમય પણ પસાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ચાર મિનિટ જેટલો સમય બાળક સાથે હર્ષ સંઘવીએ પસાર કર્યો હતો અને તેને સંલગ્ન તમામ બાબતો વિશે પૃચ્છા કરી હતી.

DNA રિપોર્ટ કરાવ્યાં
બાળક સ્મિતને પ્રાથમિક સારવાર હેતુ થઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું છે જેમાં પીડીયાટ્રિક ડૉક્ટરે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કાલ રાતથી જ બાળકને સારસંભાળ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે. જેમાં તેના લોહીના રિપોર્ટ પણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એક્સ-રે પણ કરવામાં આવ્યા છે. જ્યારે પ્રાથમિક તબક્કે આ બાળકની ઉંમર સાત મહિનાથી 11 મહિના વચ્ચેની હોય તેવું પણ તારણ બહાર આવ્યું છે. જ્યારે બાળકના DNA Test પણ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલ કરી રહ્યા છે મળી આવેલા બાળકની સારસંભાળ

આ પણ વાંચો- તરછોડી દીધેલા બાળકના માતાપિતાને શોધવા પોલીસ કામે લાગી, ગૃહપ્રધાન પણ હોસ્પિટલ પહોંચ્યા

Last Updated :Oct 9, 2021, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details