ગુજરાત

gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 69 કેસ નોંધાયા, 1દર્દીનું મોત, અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક પણ નવો કેસ નહીં

By

Published : Jul 6, 2021, 8:54 PM IST

રાજ્યમાં કોરોના ( Corona ) ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 69 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 1 દર્દીનું કોરોનાથી મુત્યુ થયુ હતુ. આજે મંગળવારે વધુ 208 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 69 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 69 કેસ નોંધાયા

  • છેલ્લા 24 કલાકમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા
  • 208 દર્દીઓએ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 01 દર્દીનું થયુ મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ( Corona )ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં 100થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 69 કેસ નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે વધુ 208 દર્દીઓએ કોરોનાને મોત આપી છે. છેલ્લા 24 કલાકમાં 01 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયા છે.

અમદાવાદ જિલ્લામાં અને ગાંધીનગર કોર્પોરેશનમાં નવો એક પણ કેસ નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં કોરોના ( Corona )ના નવા ફક્ત 11 કેસ નોંધાયા છે, જ્યારે 55 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે સુરતમાં 9, વડોદરામાં 05 અને રાજકોટમાં 07 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 69 કેસ નોંધાયા

રાજ્યમાં વધુ 2,17,786 વ્યુક્તિનું કરાયું રસીકરણ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ( Vaccination ) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે મંગળવારે 2,17,786 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,73,25,191 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે સોમવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,09,515 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુના 6657 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 62 કેસ નોંધાયા, 1 કોર્પોરેશન અને 20 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ કુલ 2193 એક્ટિવ કેસ છે. જેમાં 11 વેન્ટિલેટર પર અને 2182 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,072 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતનો રિકવરી રેટ 98.51 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details