ગુજરાત

gujarat

ગાંધીનગર, કલોલ, માણસા તાલુકા પંચાયતમા બેઠક સહિત સીમાંકનમાં ફેરફાર

By

Published : Sep 5, 2020, 5:38 AM IST

ગાંધીનગર જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરાયુ છે. ત્યારે હવે જિલ્લાની 3 તાલુકા પંચાયત ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકા પંચાયતનું પણ નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યુ છે. તેમાં મહત્વના ફેરફારમાં માણસા તુલાકા પંચાયતમાં 2 બેઠકનો વધારો થયો છે અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં 8 બેઠકનો ઘટાડો તેમજ કલોલ તાલુકા પંચાયતમાં 4 બેઠક ઓછી થઇ છે.

New demarcation
ગાંધીનગર, કલોલ, માણસા તાલુકા પંચાયતમા બેઠક સહિત સીમાંકનમાં ફેરફાર

ગાંધીનગરઃ જિલ્લાની 3 તાલુકા પંચાયત ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યુ છે. તેમાં મહત્વના ફેરફારમાં માણસા તુલાકા પંચાયતમાં 2 બેઠકનો વધારો થયો છે અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં 8 બેઠકનો ઘટાડો તેમજ કલોલ તાલુકા પંચાયતમાં 4 બેઠક ઓછી થઇ છે. એટલે કે બન્ને તાલુકા પંચાયતના નવા સિમાંકન પ્રમાણે 12 બેઠકનો ઘટાડો થયો છે.

ગાંધીનગર, કલોલ, માણસા તાલુકા પંચાયતમા બેઠક સહિત સીમાંકનમાં ફેરફાર

અનામત બેઠકોમાં રોટેશન મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે. તેના પગલે બન્ને રાજકીય પક્ષમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે અને રાજકારણ ગરમાયુ છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણી 36 બેઠક ઉપર યોજાઇ હતી. હવે આગામી સામાન્ય ચૂંટણી 28 બેઠક પર યોજવામાં આવશે.

ગાંધીનગર, કલોલ, માણસા તાલુકા પંચાયતમા બેઠક સહિત સીમાંકનમાં ફેરફાર

ગાંધીનગર કોર્પોરેશનમાં તાલુકાની ગ્રામ્ય પંચાયતોને સામેલ કરવામાં આવી હોવાથી ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકમાં ઘટાડો થયો છે. જ્યારે માણસા તાલુકા પંચાયતમાં અગાઉ 24 બેઠકો હતી. પરંતુ કલોલ તાલુકાના કેટલાક ગામનો માણસા તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી માણસા તાલુકા પંચાતમાં હવે સોજા અને બાલવા બેઠકના વધારા સાથે હવે આગામી સામાન્ય ચૂંટણી 26 બેઠકો ઉપર યોજાશે.

ગાંધીનગર, કલોલ, માણસા તાલુકા પંચાયતમા બેઠક સહિત સીમાંકનમાં ફેરફાર

આ ઉપરાંત કલોલ તાલુકાના કેટલાક ગામને માણસા તાલુકામાં સમાવાયા છે. જેથી કલોલ તાલુકા પંચાયતમાં અગાઉ 30 બેઠક હતી. તેમાં 4 બેઠકનો ઘટાડો થતાં હવે આગામી સામાન્ય ચૂંટણી 26 બેઠકો ઉપર યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા બેઠકો મહિલા અનામત નક્કી થયેલી છે. તે ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિ જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ની બેઠકો જાહેર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details