ગુજરાત

gujarat

આદિજાતિ પ્રમાણપત્ર જૂનું યથાવત રહેશે, નવા અમલ માટે કરવામાં આવશે જાહેરાત: નરેશ પટેલ

By

Published : Nov 24, 2021, 10:35 AM IST

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા 23 નવેમ્બરના રોજ દસ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત (Announcement of Gram Panchayat Election) કરવામાં આવી છે. નર્મદા અને અન્ય આદિવાસી જિલ્લામાં ચૂંટણીમાં દાવેદારી બાબતે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેને લઈને રાજ્ય સરકારના આદિજાતિ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે (Statement of Naresh Patel) પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

Naresh Patel said
Naresh Patel said

  • 23 નવેમ્બરના રોજ દસ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત
  • આદિવાસી જિલ્લામાં ચૂંટણીમાં દાવેદારી બાબતે અનેક મુશ્કેલીઓ સામે આવી
  • આદિજાતિ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધી

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા 23 નવેમ્બરના રોજ દસ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત (Announcement of Gram Panchayat Election) કરવામાં આવી છે. નર્મદા અને અન્ય આદિવાસી જિલ્લામાં ચૂંટણીમાં દાવેદારી બાબતે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.

આદિજાતિ પ્રમાણપત્ર જૂનું યથાવત રહેશે, નવા અમલ માટે કરવામાં આવશે જાહેરાત: નરેશ પટેલ

આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટ આજે કૃષિ કાયદાઓને પાછા ખેંચવા બિલને આપી શકે છે મંજૂરી

કામગીરી સમયસર પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં જૂના પ્રમાણપત્રની કામગીરી યથાવત રહેશે

રાજ્ય સરકારના આદિજાતિ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે (Tribal Cabinet Minister Naresh Patel of the state government) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા બાબતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં દસ હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેશે. આ તમામ ઉમેદવારોના પ્રમાણપત્રોની શિક્ષણ સમિતી દ્વારા ચકાસણી કરી તેઓને માન્યતા પત્ર આપવાના થાય છે. ટૂંકા સમયગાળામાં આ કામગીરી સમયસર પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં જૂના પ્રમાણપત્રની કામગીરી યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો: Exercise: માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કસરતો, આવો જાણીએ કેવી રીતે?

અન્ય હુકમ ન થાય ત્યાં સુધી મુક્તિ અપાઈ

આ ઉપરાંત આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Statement of Naresh Patel) તથા ધોરણ 10 પછીની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાની આ બાબત પણ નિયમો 2020ના નિયમ 10 એક હેઠળ જોગવાઈમાંથી આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી મુક્તિ આપવામાં આવી છે. જેથી આદિજાતિના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જૂના પ્રમાણપત્ર પર પોતાની કામગીરી કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details