ગુજરાત

gujarat

Monsoon Gujarat 2022 : વરસાદના કારણે મૃત્યુની સંખ્યા સામે આવી, સર્વે બાદ કેશડોલ ચૂકવાશે

By

Published : Jul 11, 2022, 2:42 PM IST

ગુજરાતમાં રવિવારે મેઘસવારીએ ધડબડાટી (Monsoon Gujarat 2022) બોલાવી હતી. અમદાવાદ સહિત (Rain in Ahmedabad ) રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. હજૂપણ વધુ 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે (Weather Department Forecast) આપી છે. ત્યારે બીજીતરફ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ (Road Closed due to Rain) કરવામાં આવ્યાં છે અને તંત્ર દ્વારા નુકસાનના સર્વેની તૈયારીઓ માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

Monsoon Gujarat 2022 : વરસાદના કારણે મૃત્યુની સંખ્યા સામે આવી, સર્વે બાદ કેશડોલ ચૂકવાશે
Monsoon Gujarat 2022 : વરસાદના કારણે મૃત્યુની સંખ્યા સામે આવી, સર્વે બાદ કેશડોલ ચૂકવાશે

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બારે મેઘ ખાંગા થયા છે અને વરસાદ પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડી (Monsoon Gujarat 2022)રહ્યો છે રાજ્યના અલગ અલગ ઝોનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સમગ્ર સિઝનની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી વરસાદના કારણે 61 લોકોના મૃત્યુ (Death due to Rain in Gujarat ) નીપજ્યા છે, જ્યારે 272 પશુઓના મૃત્યુ પણ વરસાદના કારણે ગાંધીનગર ઈમરજન્સી સેન્ટર (Gandhinagar Emergency Center) ખાતે નોંધાયા છે. ત્યારે આજે રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાંથી નીચાણવાળા વિસ્તારમાંથી 8976 લોકોનું રેસ્ક્યુ (Rescue of 8976 people) કરવામા આવ્યું છે. હજુ વધારાની પાંચ એનડીઆરએફ ટીમને (NDRF Team) એરલિફટ કરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.

નુકસાનીના સર્વે બાદ તરત જ તંત્ર કાર્યવાહી કરીને કેશડોલ ચૂકવવામાં આવશે

કેટલા રસ્તાઓ બંધ -રાજ્યના રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે હજારો નાગરિકોના સ્થળાંતર (Monsoon Gujarat 2022)કરવામાં આવ્યા છે. છોટા ઉદેપુર વલસાડ અને નવસારીમાં 8,000થી વધુ લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળો પર રાખવામાં આવ્યા છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે તે લોકોની જમવાની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યાં આગળ ખૂબ પાણી ભરાયા છે અને રોજીંદી આવક ગુમાવી છે તેવા લોકો માટે નુકસાનીના સર્વે બાદ તરત જ તંત્ર કાર્યવાહી કરીને કેશડોલ ચૂકવવામાં આવશે. જ્યારે રાજ્યમાં 33 રાજ્ય કક્ષાના એક નેશનલ હાઇવે અને 356 જેટલા પંચાયત હસ્તકના રસ્તા (Road Closed due to Rain) સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ નવસારી ઔરંગા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા, લો લેવલ પુલ પાણીમાં ગરકાવ

તમામ કલેકટરને સૂચના - રાજેન્દ્ર ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા કલેકટરને વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ સૂચના પણ આપવામાં આવી છે કે કોઈપણ પબ્લિકને તકલીફ ન પડવી જોઈએ. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel ) પણ આરિપોર્ટ સોંપવામાં (Monsoon Gujarat 2022) આવ્યો છે. ગત મોડી રાત્રે પણ ભૂપેન્દ્ર પટેલે ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લીધી હતીય લોકો સજાગ રહે તંત્રની સૂચનાનું પાલન કરે તેવી અપીલ પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદ શહેર પ્રશાસન સતર્ક-રવિવારે સાંજે સાત કલાકની આસપાસ અમદાવાદમાં (Rain in Ahmedabad ) ભારે વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે આ બાબતે ત્રિવેદી નિવેદન આપ્યું હતું કે અમદાવાદના વરસાદ બાબતે મોડી રાત્રે જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી. નાગરિકોને કોઈ પણ તકલીફ ન પડે તથા કોર્પોરેશન વિભાગ તંત્ર અને પોલીસ તંત્રને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.

હજુ ક્યાં પડી શકે છે વરસાદ -હવામાન વિભાગની આગાહી (Weather Department Forecast) પ્રમાણે હજુ આવનારા દિવસોમાં આવનારા કલાકોમાં પોરબંદર, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને સપાટીના પવન સાથે હળવું વાવાઝોડું કે જે 30 થી 40 પ્રતિ કિલોમીટરના ઝડપથી મધ્યમ વરસાદની (Rain Forecast in Gujarat) સંભાવના છે. જ્યારે આગામી ત્રણ કલાક દરમિયાન ગાંધીનગર, આણંદ, અમદાવાદ, (Rain in Ahmedabad ) બરોડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, કચ્છ, ડાંગ જેવા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે સુરત, નવસારી, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, દીવ, અમરેલી, જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details