ગુજરાત

gujarat

Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

By

Published : Aug 6, 2022, 7:32 PM IST

Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

કોરોના મહામારીએ જે ખોફ માનવજાતિ માટે ઊભો કર્યો હતો તેવો ખોફ પશુઓ માટે લમ્પી વાયરસે (Lumpy virus in Gujarat ) ઊભો કર્યો છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં લમ્પી વાયરસની ગંભીર અસરરુપે ગાયો ટપોટપ મોતને ભેટી રહી છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા આ મહામારી સામે કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે, શું પ્રતિરોધક પગલાં લેવાયાં છે તે વિશે જાણો આ અહેવાલમાં.

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીમાં માનવ મૃત્યુ વધુમાં વધુ નોંધાયા છે ત્યારે હવે ગુજરાતમાં પશુઓમાં પણ લમ્પી વાઇરસ(Lumpy virus in Gujarat ) રોગ સામે આવ્યો છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌપ્રથમ 23 એપ્રિલ 2022 ના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ શરૂઆતના દસ જ જિલ્લાઓમાં આ રોગ ફેલાયો હતો. પરંતુ હવે બે મહિના બાદ રાજ્યના 22થી વધુ જિલ્લાઓમાં આ રોગ વકર્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1838 પશુઓના સત્તાવાર રીતે મૃત્યુ (Death Of Cows Due to Lumpy virus) નોંધાયા હોવાની વિગતો રાજ્યના પશુપાલન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

પશુપાલન વિભાગ તરફથી વિગતો ઉપલબ્ધ કરાવાઇ હતી

15,78,844 પશુઓનું રસીકરણ થયુંઃરાજ્યના પશુપાલનપ્રધાનેે રસીકરણ બાબતે અગાઉ આપેલી વિગત પ્રમાણે 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કુલ 15,78,844 પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકારના પશુપાલન વિભાગની રસીકરણની કામગીરીની (Lumpy virus Vaccination ) વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારમાં લમ્પીનો કેસ (Lumpy virus in Gujarat )સામે આવે છે તે ગામના પાંચ કિલોમીટરના ત્રિજ્યાની અંદર તમામ પશુઓને રસીકરણ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં રાજ્ય સરકાર પાસે ફક્ત બે લાખ જેટલી જ રસીના ડોઝ ઉપલબ્ધ હતાં. ત્યારે રાજ્ય સરકારે વધુ 20 લાખ ડોઝનો ઓર્ડર આપીને તમામ કોર્પોરેશન અને નગરપાલિકામાં સ્ટોકનો પુરવઠો મોકલીને તાત્કાલિક ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Lumpy virus in Gujarat : મુખ્યપ્રધાન લમ્પી વાયરસને લઈને એક્શનમાં, જામનગરની લીધી મુલાકાત

અનેક જિલ્લામાં કેસો ઘટ્યાઃ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 22 જેટલા અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુમાં લમ્પી સ્કીન ડીસીઝનો ( lumpy skin disease )વાવર જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર રાજ્યના 22 જિલ્લાઓ પૈકી બાર જિલ્લાઓમાં એકપણ મરણના કેસ સામે આવ્યા નથી જ્યારે બે જિલ્લાઓમાં એક પણ નવા કેસ નોંધાયા ન હોવાની વિગતો પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટાસ્ક ફોસ્ફેટથી લમ્પી સ્કિન ડીસીઝના ઝડપથી ફેલાવવા સંદર્ભે સારવાર પ્રોટોકોલ ટેકનિકલ ગાઈડન્સ અને ડીસીસ પેટર્નના અભ્યાસ (Lumpy virus in Gujarat ) કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઓહ! લમ્પી વાઈરસથી મૃત્યુ પામેલા પશુઓનો આ રીતે થાય છે નિકાલ...

પશુઓની હેરફેર પર પ્રતિબંધઃરાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં જે 14 જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસ (Lumpy virus in Gujarat ) સામે આવ્યા હતાં તે તમામ જિલ્લાઓમાં એક જિલ્લાઓમાંથી અન્ય જિલ્લાઓમાં પશુઓના સ્થળાંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ પશુ મેળા પણ નહીં કરવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર ખાતે તરણેતર મેળાનું આયોજન થતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા મેળાની મંજૂરી તો આપી દેવામાં આવી છે પરંતુ આ મેળાની અંદર પશુ મેળો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત જાહેર કર્યો છે.

દૂધ હાનિકારક નહીંઃ લમ્પી વાયરસનો (Lumpy virus in Gujarat ) સૌથી વધુ ટાર્ગેટ દૂધાળા પશુઓમાં થઈ રહ્યાં છે અને ગાયોમાં આ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. વાયરસગ્રસ્ત ગાયોનું દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ત્યારે આ ગાયોનું દૂધ હાનિકારક નહીં હોવાનું પણ સામે આવ્યું છે. કારણ કે દૂધમાં જે પણ વાયરસ હોય છે તે 100 ડિગ્રી ઉપર દૂધને ઉકાળવામાં આવે તો તે વાયરસનો નાશ થાય છે. જેથી પશુઓનું દૂધ હાનિકારક નહીં હોવાની જાહેરાત પણ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details