Lumpy virus in Gujarat : મુખ્યપ્રધાન લમ્પી વાયરસને લઈને એક્શનમાં, જામનગરની લીધી મુલાકાત

author img

By

Published : Aug 6, 2022, 1:43 PM IST

Lumpy virus in Gujarat : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસને લઈને આપ્યા સૂચનો

લમ્પી વાયરસના હાહાકારને (Lumpy virus in Gujarat) લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લંમ્પી વાયરસને (CM Bhupendra Patel visits Jamnagar) કાબુમાં લેવા માટે વિવિધ સૂચનો આપ્યા હતા.

જામનગર : રાજ્યમાં કોરોના કહેર બાદ (Lumpy Virus in Gujarat) લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરરોજ લગભગ અસંખ્ય પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પશુઓને રસી આપ્યા બાદ પણ મહદંશે લમ્પીના લક્ષણો જોવા મળતા હોય છે, ત્યારે રાજ્યમાં જામનગર વિસ્તારમાં પશુઓની હાલત અતિ ગંભીર જોવા મળે છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાતે પહોંચી આવ્યા હતા. જ્યાં તેમણે લમ્પી રોગગ્રસ્ત (Lumpy Virus Vaccine) પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી.

આ પણ વાંચો : લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ - મુખ્યપ્રધાને મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે લમ્પીથી અસરગ્રસ્ત (CM Bhupendra Patel visits Jamnagar) પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ (Jamnagar Isolation Centre) કર્યું હતું. સારવાર અને રસીકરણ સહિતની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ 4 શેડ્સનું પણ મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો : ઓહ! લમ્પી વાઈરસથી મૃત્યુ પામેલા પશુઓનો આ રીતે થાય છે નિકાલ...

મુખ્યપ્રધાન આપ્યા સૂચનો - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ (Lumpy virus symptoms) અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આઇસોલેશન સેન્ટર 30 લાખના ખર્ચે 50 હજાર ચો. ફૂટ જગ્યામાં બનાવાયું છે. જેને લઈને (lumpy skin disease) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું તેમજ લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે વિવિધ સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કૃષિપ્રધાન રાધવજી પટેલ તેમજ ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના (lumpy skin cow) આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.