ગુજરાત

gujarat

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી, જાણો શું કહ્યું...

By

Published : Jun 15, 2021, 11:05 PM IST

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળો (Gujarat Politics )નો હાલ પૂરતો અંત આવ્યો છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja)એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું વિસ્તરણ કરવામાં આવશે નહી. આ ઉપરાંત, તમામ ધારાસભ્યો અને ભાજપના 488 જેટલા આગેવાનોને પ્રથમ તબક્કામાં ટેબલેટ આપવામાં આવશે. આ સાથે, ચૂંટણી અને સરકારની કામગીરીના ભાગરૂપે ભાજપ પક્ષ દ્વારા ભાજપ ( Bhajap Application) એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી

  • વિધાનસભા સંકુલમાં ભાજપની બેઠક યોજાઈ
  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રધાનમંડળનું નહિ થાય વિસ્તરણ
  • બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર અને તૌકતે વાવાઝોડા બાબતે કરાઈ ચર્ચા

ગાંધીનગર: વિધાનસભાના બજેટ સત્ર બાદ રાજ્યમાં કોરોનાની (Gujarat Corona) બીજી લહેરની શરુવાત થઈ હતી. ત્યારબાદ વિધાનસભાના બજેટ( Legislative budget) સત્ર બાદ ભાજપની એક પણ બેઠક મળી ન હતી. ત્યારે, આજે મંગળવારે વિધાનસભા સંકુલમાં ( Gujarat Legislative Assembly )ભાજપના તમામ ધારાસભ્યો, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani ), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel), ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં ભાજપ( Gujarat Bhajap ) ના તમામ 488 આગેવાનોને ટેબ્લેટ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી

આ પણ વાંચો:Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 352 પોઝિટિવ કેસ, 4 દર્દીના થયા મૃત્યુ

ભાજપ બનશે ડિજિટલ

ભાજપ પક્ષની બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) એ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા હવે સરકારે કરેલા કાર્યો અને કોરોના તથા તૌકતેવાવાઝોડામાં અને વાવાઝોડા બાદ કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત ભાજપ દ્વારા એપ્લિકેશન ( Bhajap Application) લોન્ચ કરવામાં આવશે. ત્યારે, આવનારા દિવસોમાં તમામ ધારાસભ્યો અને ભાજપના 488 જેટલા આગેવાનોને પ્રથમ તબક્કામાં ટેબલેટ આપવામાં આવશે. જેથી તેઓ સરકારની કામગીરી જનતા સુધી સારી રીતે પહોંચાડી શકે.

રૂપાણી સરકારનું વિસ્તરણ નહિ થાય

વિધાનસભા સંકુલમાં યોજાયેલી આજની બેઠકમાં ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ હાજર રહ્યા હતા. ત્યારે, 3 દિવસનો પ્રવાસ ટૂંકાવીને ભૂપેન્દ્ર યાદવ શનિવારે દિલ્હી ગયા હતા. મંગળવારે તેઓ પરત ફર્યા હતા. તેને ધ્યાનમાં લઈને રાજકીયવર્તુળોમાં ચર્ચા થઈ રહી હતી કે, ટૂંક સમયમાં રૂપાણી સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ થશે. પરંતુ, તે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવશે નહી. આ એક અફવા હોવાની વાત પણ જાડેજાએ કરી હતી.

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આપી માહિતી

આ પણ વાંચો:કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

ધારાસભ્યોને સરકારની કામગીરી બાબતે જાણકારી આપી

ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિની કુમાર અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ધારાસભ્યોની બેઠકમાં હાજર રહ્યા હતા. તૌકતે વાવાઝોડામાં સરકારે કરેલી કામગીરી બાબતે ધારાસભ્યોને જાણકારી આપી હતી. જ્યારે, કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્ય સરકારે જે એક્શન પ્લાન તૈયાર કર્યો છે તે બાબતની માહિતી રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે આપી હતી. જ્યારે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરમાં કઈ રીતની કામગીરી કરશે તે બાબતે પણ ધારાસભ્યોને માહિતગાર કર્યા હતા.

2022ની વિધાનસભા ડિજિટલ બનશે

કોરોનાના કપડા કાળ દરમિયાન 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે, તેની તૈયારીઓના ભાગરૂપે ભાજપ પક્ષ દ્વારા ભાજપ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવશે. ત્યારે, તમામ ધારાસભ્યો અને આગેવાનોને ટેબલેટ આપવામાં આવશે. વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીની ડિજિટલ રીતે સરકાર અને સંગઠન દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે, વિધાનસભા 2022ની ચૂંટણી ડિજિટલ ચૂંટણી તરીકે ગણવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details