ગુજરાત

gujarat

Kishan Murder Case : હવે રેલીઓ નહીં યોજાય, ATS પર સમાજને વિશ્વાસ : ભરવાડ સમાજના આગેવાન

By

Published : Feb 1, 2022, 8:21 PM IST

Updated : Feb 1, 2022, 10:35 PM IST

ધંધૂકામાં વિધર્મીઓ દ્વારા થયેલ કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Murder Case) સંદર્ભે વધુ રેલી નહીં યોજાય. ભરવાડ સમાજ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા મહત્ત્વપૂર્ણ નિવેદનો (Harsh Sanghvi Statement) જાહેર કરવામાં આવ્યાં છે.

Kishan Muder Case :  હવે રેલીઓ નહીં યોજાય, ATS પર સમાજને વિશ્વાસ
Kishan Muder Case : હવે રેલીઓ નહીં યોજાય, ATS પર સમાજને વિશ્વાસ

ગાંધીનગર : અમદાવાદના ધંધૂકા (Dhandhuka Murder Case) તાલુકામાં કિશન ભરવાડ (Kishan Murder Case) નામના યુવકને સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી તેનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. ત્યારે ભરવાડ સમાજ દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી અને સરઘસ કાઢીને આરોપીઓને વધુમાં વધુ કડકમાં કડક સજા થાય તેને ધ્યાનમાં લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ સાથે ભરવાડ સમાજનું ઘર્ષણ થયું હતું. આજે સમાજના આગેવાનોએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક કરીને રેલી અને સરઘસ નહીં યોજવાની જાહેરાત કરી છે.

ભરવાડ સમાજ હવે રેલીઓ નહીં કરે

પોલીસની કામગીરીથી સંતુષ્ટ

ભરવાડ સમાજના આગેવાન રામબાબુએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક કરીને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કિશન ભરવાડના હત્યાના (Kishan Murder Case) આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે અમે સરકાર અને પોલીસની કામગીરીથી સંતુષ્ટ છીએ. જ્યારે એટીએસને (Gujarat ATS Investigation ) સમગ્ર તપાસ સોંપવાથી આ બાબતનો સુખદ અંત પણ આવશે. જ્યારે આરોપીઓને વહેલી તકે સજા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વકીલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ હવે આવનારા દિવસોમાં સમાજ દ્વારા એક પણ રેલી કે સરઘસ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો

FSL રિપોર્ટ ટૂંકસમયમાં આવશે

સમગ્ર ઘટનાને મામલે અમુક પુરાવાનું એફ.એસ.એલ.ના રિપોર્ટ અર્થે આપવામાં આવ્યું છે જેના રિપોર્ટ પણ 3 દિવસની અંદર આવી જશે તેવું નિવેદન રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Statement ) આપ્યું હતું. ખૂબ જ ગંભીર તપાસ અને તપાસના ઊંડાણ સુધી પહોંચવા માટે આપણે સૌએ રાહ જોવી ખૂબ જરૂરી છે. કારણ કે જવાબદાર નાગરિકો તરીકે આપણે સૌએ તપાસ પુરી ન થાય અને અંત સુધી પહોંચે ત્યાં સુધી આપ સૌના સહયોગની અપેક્ષા છે. ગુજરાત પોલીસ દ્વારા આ તપાસની સમયાંતરે માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

પોલીસ સત્તાવાર જાહેરાત કરશે

ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તમામ પુરાવાઓ અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તમામ માહિતીઓ પણ એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારે ટૂંક જ સમયમાં ગુજરાત પોલીસ (Gujarat ATS Investigation ) દ્વારા સત્તાવાર (Harsh Sanghvi Statement ) રીતે પત્રકાર પરિષદ સંબોધી અને કિશન હત્યા કેસ (Kishan Murder Case)બાબતે વધુ ખુલાસા કરશે.

Last Updated : Feb 1, 2022, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details