ગુજરાત

gujarat

વનરક્ષકોની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન , આશાવર્કરો આંદોલન સમેટી ફરજ પર હાજર થશે

By

Published : Sep 21, 2022, 10:02 PM IST

વનરક્ષકોની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન , આશાવર્કરો આંદોલન સમેટી ફરજ પર હાજર થશે
વનરક્ષકોની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન , આશાવર્કરો આંદોલન સમેટી ફરજ પર હાજર થશે ()

ગાંધીનગરમાં આજે 14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર મળ્યું છે. તેના પહેલા દિવસે સરકારે ઘણાં આંદોલનો સમેટાવ્યાં છે. તેમાં વનરક્ષક આંદોલનને લઇને પણ સારા સમાચાર આવ્યાં છે. સરકારે વનરક્ષકોની માગણી સ્વીકારી લીધી છે. જે અંગે પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. Jitu Vaghani Statement on Vanrakshak Demand , Gujarat Assembly Monsoon Session 2022

ગાંધીનગર : 14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ બે દિવસીય ચોમાસુ સત્ર મળ્યું છે. સરકાર દ્વારા આગામી સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આ સત્રમાં મહત્વના નિર્ણયો લોકો માગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી વનરક્ષક કર્મચારીઓની જે 14 માંગણી હતી તેમાંથી 11 જેટલી માગણી ગુજરાત સરકારે સ્વીકારી છે.

સરકારે વનરક્ષકોની માગણી સ્વીકારી લીધી છે

વનરક્ષકોની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન સરકારે કરેલા નિર્ણય અંગે પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારે વનરક્ષકોની જે માગણીઓ સ્વીકારી તેમાં જેમાં રજાના દિવસોમાં અને જાહેર રજાના પગાર આપવામાં આવે તે માગણી સ્વીકારી લીધી છે. સાથે જે નીતિ વિષયક બાબત છે તે અંગે પણ નિણર્ય આગામી સમયમાં કરવામાં આવશે.

આશાવર્કરો આંદોલન સમેટી ફરજ પર હાજરઆ ઉપરાંત આંગણવાડી બહેનો પણ છેલ્લા ઘણા સમયથી પોતાની માગણી સરકાર સામે મૂકી રહી છે. તેમના પ્રતિનિધિઓએ આજે સરકાર સાથે બેઠક કરીને પોતાની રજૂઆત કરી હતી. જેમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. જેને પગલે આશાવર્કર બહેનો આંદોલન પૂર્ણ કરી ફરજ પર હાજર થશે.

ABOUT THE AUTHOR

...view details