ગુજરાત

gujarat

Shala Praveshotsav 2022: ભૂલકાંઓના અવાજથી ગૂંજી ઊઠી શાળાઓ, પ્રથમ દિવસે આટલા બાળકોને મળ્યો પ્રવેશ

By

Published : Jun 24, 2022, 11:30 AM IST

Updated : Jun 24, 2022, 11:38 AM IST

Shala PraveshotsaShala Praveshotsav 2022: ભૂલકાંઓના અવાજથી ગૂંજી ઊઠી સાળાઓ, પ્રથમ દિવસે આટલા બાળકોને મળ્યો પ્રવેશv 2022 : પ્રથમ દિવસે ધો 1માં બે લાખથી વધુ બાળકોના પ્રવેશથી શાળાઓમાં ગુંજ્યો કિલકિલાટ
Shala Praveshotsav 2022: ભૂલકાંઓના અવાજથી ગૂંજી ઊઠી સાળાઓ, પ્રથમ દિવસે આટલા બાળકોને મળ્યો પ્રવેશ

રાજ્યમાં છેલ્લા બે વર્ષ બાદ શાળાઓ ફરી બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ (Shala Praveshotsav 2022) સાથે શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શાળાઓમાં પ્રથમ દિવસે 2,00,399 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગાંધીનગર :સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 23મી થી 25 જૂન 2022 દરમિયાન 17માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો (Shala Praveshotsav 2022) શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલ દ્વારા આજે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી ક્રાંતિ જોવા મળી રહી છે, ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઓછો અને એનરોલમેન્ટ રેશિયો લગભગ 100 ટકા એ પહોંચવા આવ્યો છે.

મુખ્યપ્રધાને નાના ભૂલકાંઓ સાથે કર્યો સંવાદ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડગામ રહ્યા હાજર -કન્યા કેળવણી મહોત્સવ (Kanya Kelavani Mahotsav) અને શાળા પ્રવેશોત્સવનો વિઝનની એક વિશેષ સિદ્ધિ ગણી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળામાં ધો- 1માં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 19,192 મહાનુભાવોએ 8132 ગામોની 10,600 શાળાઓની મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા

આ પણ વાંચો :શાળા પ્રવેશોત્સવ 2022 : મહેસાણાના રુપપુરામાં ઘોડે ચડ્યાં પ્રધાન, જૂઓ આકર્ષક દ્રશ્યો

કેટલા વિદ્યાર્થીઓએ કર્યો શાળામાં પ્રવેશ - વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે. આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યપ્રધાન, રાજ્યના કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.1માં 1,01,606 કુમારો અને 98,793 કન્યા મળી કુલ 2,00,399 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે 409 કુમાર અને 248 કન્યા મળી કુલ 657 દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. વાઘણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે, ત્યારે નાગરિકો દ્વારા રોકડ 87.93 અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત 8.97 કરોડનો લોકસહકાર–દાન પ્રાપ્ત થયુ છે. એટલે કે રોકડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે 9.85 કરોડથી વધુની રકમનો લોક સહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

મુખ્યપ્રધાને બાળકો સાથે કર્યો સમય પસાર

આ પણ વાંચો :Shala Praveshotsav 2022: CMએ નાનાં ભૂલકાઓને આ રીતે કર્યા પ્રોત્સાહિત

141 ઓરડાઓનું આજે લોકાર્પણ - શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે 8.46 કરોડના ખર્ચે 141 નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યભરમાં 823 શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav Started) દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાંને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં 43,748 કુમાર અને 40,988 કન્યાઓ મળી કુલ 84,736 ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

વિધાર્થીઓને આપવામાં આવી કીટ - નવ નામાંકિત બાળકોને મફત પાઠ્યપુસ્તક તથા સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો દ્વારા સ્કૂલ બેગ, પાટી−પેન, નોટબુક, પેન્સિલ, યુનિફોર્મ તથા રમકડાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં. તમામ ગામોમાં શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં, જેમાં મોટી સંખ્યામાં (Students First Day in Schools) સ્થાનિક લોકો, વાલીઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.

Last Updated :Jun 24, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details