ગુજરાત

gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, એક પણ દર્દીનું મુત્યુ નહીં

By

Published : Jul 7, 2021, 9:46 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના અનેક જિલ્લામાંથી કોરોનાના નવા એક પણ કેસ સામે આવ્યા નથી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની વાત કરીએ તો રાજ્યમાં નવા 65 કેસ નોંધાયા છે. જ્યારે આજે બુધવારે એક પણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ

  • છેલ્લા 24 કલાકમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા
  • 289 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મુત્યુ નહીં

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાય દિવસથી રાજ્યમાં નવા કેસ 100થી પણ ઓછા આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે બુધવારે વધુ 289 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મુત્યુ થયું નથી.

અમદાવાદ જિલ્લામાં અને ગાંધીનગર કોર્પોરેશનમાં નવા એક પણ કેસ નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 58 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. અમદાવાદ જિલ્લામાં તેમજ ગાંધીનગર કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન અને 16 અન્ય જિલ્લામાં કોરોનનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોના ગ્રાફ

રાજયમાં ગુરુવાર અને શુક્રવારે રસીકરણ બંધ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશનને ઝડપી બનાવવામાં આવ્યું છે. જોકે, 7 જુલાઈના દિવસે મમતા દિન નિમિત્તે રાજ્યમાં વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું હતું. હજુ પણ 2 દિવસ એટલે કે 8 અને 9 જુલાઈના રોજ વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં 6 જુલાઈ સુધી કુલ 2,73,25,191 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1969 એક્ટિવ કેસ છે. જેમાં 10 વેન્ટિલેટર પર અને 1959 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,072 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.51 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details