ગુજરાત

gujarat

ગાંધીનગરમાં આવાસના મકાનોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, EWSના 2,100 મકાનો સામે 3 મહિનામાં માત્ર 1,427 ફોર્મ જ આવ્યા

By

Published : Jun 17, 2021, 3:42 PM IST

કોરોનાની અસર હવે સરકારી આવાસ યોજનાના મકાનોમાં પર પણ પડી છે. GUDA (Gandhinagar Urban Development Authority) સ્કીમના EWS 2,100 મકાનોની સ્કીમ સામે 3 મહિનામાં 1,427 ફોર્મ જ આવ્યા છે. લોકોના ધંધા અને નોકરી પર અસર થતા આ પરિસ્થિતિ સામે આવી છે.

ગાંધીનગરમાં આવાસના મકાનોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, EWSના 2,100 મકાનો સામે 3 મહિનામાં માત્ર 1,427 ફોર્મ જ આવ્યા
ગાંધીનગરમાં આવાસના મકાનોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, EWSના 2,100 મકાનો સામે 3 મહિનામાં માત્ર 1,427 ફોર્મ જ આવ્યા

  • કોરોનાના કારણે આવાસ યોજનાને લોકોની નિરસ પ્રતિસાદ
  • ધંધા અને નોકરી અને રોજગાર પર અસર થતા આ પરિસ્થિતિ
  • જૂન મહિનાની અંતિમ તારીખ જુલાઈ સુધી લંબાઈ શકે છે

ગાંધીનગર: GUDA (Gandhinagar Urban Development Authority) દ્વારા ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ માટે ઈડબલ્યૂએસના મકાનોની સ્કીમ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચથી મકાનોની સ્કીમની જાહેરાત GUDA દ્વારા ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવી છે, જેમાં સરગાસણ, વાવોલ, પેથાપુર જેવા વિકસિત વિસ્તારોમાં આ સ્કીમ બનશે. ઈડબલ્યૂએસના 2,100 મકાનોની સ્કીમ ટોટલ છે, પરંતુ અત્યાર સુધી ત્રણ મહિનામાં GUDAને માત્રે 1,427 લોકોના ફોર્મ મળ્યા છે. તેનો અર્થ લોકોમાં કોરોનાના પગલે નિરસતા હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કારણે લોકોના નોકરી, ધંધા પર પણ અસર થઈ છે. આ કારણે ઈડબલ્યૂએસની સ્કીમમાં પણ લોકો ફોર્મ ઓછા ભરી રહ્યા છે.

ધંધા અને નોકરી અને રોજગાર પર અસર થતા આ પરિસ્થિતિ

આ પણ વાંચો-પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે

15,772 ફોર્મ વેચાયા, પરંતુ પરત ઓફલાઈન માત્ર 1,286 મળ્યા અને ઓનલાઈન ફોર્મ 141 પરત ભર્યા બાદ મળ્યા

GUDAએ લોકોની સુવિધા માટે આ સ્કીમ બહાર પાડી છે, જેમાં 5,50,000 રૂપિયામાં લોકોને ઈડબલ્યૂએસ આવાસ યોજનાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ લોકોનું અત્યાર સુધીનો રિસ્પોન્સ ઘણો ઓછો જોવા મળ્યો છે. લોકોએ માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી ઓફલાઈન 1,286 ફોર્મ ભરીને GUDAને મોકલ્યા છે. જ્યારે ઓનલાઈન 141 ફોર્મ આવ્યા છે. ટોટલ 1,427 ફોર્મ પરત મળ્યા છે. જોકે, આ માટે લોકો 15,772 ફોર્મ લઈ ગયા છે,પરંતુ ભરીને પાછા આપવામાં લોકોમાં રસ ઓછો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ કોરોના હોઈ શકે છે. કોરોનામાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર માઠી અસર પડી હોવાથી લોકો પણ આ મકાન લેતા પહેલા વિચારી રહ્યા છે.

આ પણ વાંચો-Government housing દયનીય સ્થિતિ, ખાલી કરવા નોટિસ મળી તો કર્મીઓ કરી નવા ક્વાર્ટરની માગ

જૂન મહિનાની અંતિમ તારીખ જુલાઈ સુધી લંબાઈ શકે છે

કોરોનાના કારણે જુલાઈ મહિના સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવાય તેવી શક્યતા

ઈડબલ્યૂએસ આવાસ યોજનાના મકાનો માટે અંતિમ તારીખ 30 જૂન છે, પરંતુ કોરોનાના કારણે જુલાઈની 30 તારીખ છેલ્લી ફોર્મ ભરવાની લંબાવવામાં આવે તે પ્રકારની શક્યતા છે. કેમ કે, કોરોનાના કારણે કેટલીક કચેરીઓમાં કામ નહતા થતા. આમાં આ સ્કીમમાં ફોર્મ ભરતા પહેલા સોગંદનામું પણ કરાવવું ફરજિયાત છે. આથી લોકોને વધુ સમય મળી રહે તેમજ ફોર્મ ની સંખ્યા પરત આવવાની મકાનોની સામે વધુ આવે તે હેતુથી તારીખ લંબાવી શકાશે. તારીખ લંબાય તે પ્રકારની પુરેપુરી શક્યતા રહેલી છે. જોકે આ પહેલા ઓફલાઈન જ ફોર્મ ભરી શકાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાય છે.

સૌથી વધુ 1208 ફ્લેટ સરગાસણમાં ઉપલબ્ધ કરાવાશે

આ સ્કીમ હેઠળ 2100 મકાનો બનશે જેમાં સૌથી વધુ 1208 જેટલા ફ્લેટ સરગાસણમાં, 792 ફ્લેટ વાવોલમાં અને 100 જેટલા ફ્લેટ પેથાપુરમાં બનવાના છે. આમ કુલ 2100 ફ્લેટ નું આયોજન ગુડા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ઓફલાઇન ફોર્મ લેવા તેમજ જમા કરાવવા માટે કુડાસણ રાયસણ સહિતની જગ્યાઓ છે. જોકે ઓનલાઈન ફોર્મ બેંકોમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ફોર્મની સંખ્યા આવ્યા બાદ જ ડ્રો થશે અને ત્યારબાદ જ લોકોને સ્કીમ પ્રમાણે મકાનો ફાળવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details