ગુજરાત

gujarat

ગાંધીનગરમાં GTU કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યુ પબ્લિક ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન

By

Published : Oct 30, 2021, 9:38 AM IST

ગાંધીનગરમાં GTU કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન (Minister of Health) ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) દ્વારા કોઈપણ પ્રકારની દવાની પબ્લિક ટેસ્ટિંગ લેબ (Public testing lab) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લેબની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવાનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

Minister of Health
Minister of Health

  • પબ્લિક ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે ઋષિકેશ પટેલનું નિવેદન
  • ગાંધીનગરમાં DRDO ની હોસ્પિટલ બંધ થઈ જાય અથવા શિફ્ટ કરવામાં આવે તો મુશ્કેલીનો વિષય નથી: આરોગ્યપ્રધાન
  • 900 બેડ શિફ્ટ અથવા બંધ કરવાથી ગુજરાતમાં બેડની ઉણપ નહિ થાય: આરોગ્યપ્રધાન

ગાંધીનગર: ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન (Minister of Health) ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) દ્વારા કોઈપણ પ્રકારની દવાની પબ્લિક ટેસ્ટિંગ લેબ (Public testing lab) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લેબની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ મશીનરી અમેરિકન કંપની પાસેથી ખરીદવામાં આવી હતી.

ગાંધીનગરમાં GTU કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યુ પબ્લિક ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન

આ પણ વાંચો: કોરોનામાં સરકાર જિલ્લાકક્ષાએ ડેથ ઓડિટ કમિટીના આધારે કરશે સહાયનો નિર્ણય

રાજ્યમાં 91 ટકા લોકોને રસી આપવામાં આવી છે: આરોગ્યપ્રધાન

આ પ્રસંગે આરોગ્ય પ્રધાન (Minister of Health) ઋષીકેષ પટેલે (Hrishikesh Patel) જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડોદરા ખાતે એક માત્ર આ પ્રકારની દવાઓની ટેસ્ટ કરવામાં આવતી હતી. 8 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ લેબમાં ફર્ટિલાઈઝર, ડ્રગ્સ હર્બલ્સનું ટેસ્ટ કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં 91 ટકા લોકોને રસી આપવામાં આવી છે. બાકીના 9 ટકાને રસી આપવા માટે મતદાર યાદી ગ્રામ પંચાયત બુથ કક્ષાએ બાકી લોકોને સમજાવીને રસી આપવામાં આવશે. જેમાં આશા વર્કર, હેલ્થ વર્કરના સહયોગથી બાકીના લોકોને રસી આપીને 100 ટાકા રસીકરણ કરવામાં આવશે.

ગાંધીનગરમાં GTU કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યુ પબ્લિક ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન

આ પણ વાંચો:ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ લેબમાં ફર્ટિલાઈઝર, ડ્રગ્સ હર્બલ્સનું ટેસ્ટ કરાશે

આરોગ્યપ્રધાને (Minister of Health) જણાવ્યું હતું કે, નાગરિકોને સરકાર અને સંસ્થાઓ દ્વારા કોવિડ બાબતે મેસેજ અપાય છે અને ઘરે રહીને સાજા થઈ જવાય તેવી વ્યવસ્થા મળી છે. અન્ય દેશોમાં કોરોના કેસ વધી રહ્યા છે. આ મામલે આરોગ્ય પ્રધાનોની દિલ્હીમાં બેઠક થઈ હતી. જેમાં રસીકરણ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ડિસેમ્બર સુધીમાં ભારતમાં 90 ટકા રસીકરણ પૂરું થાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

GTU દ્વારા આ Public testing lab તૈયાર કરવામાં આવી

ઋષીકેષ પટેલે વધુમાં કહ્યું કે, બીજી લહેર દરમિયાન શરૂઆતના તબક્કામાં બેડ ઓછા હતા પણ ત્યારબાદ બમણા આંકડાઓમાં બેડની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં DRDO ની હોસ્પિટલ ઓછા કેસ અને વધેલી સગવડને કારણે બંધ થઈ જાય અથવા શિફ્ટ કરવામાં આવે તો મુશ્કેલીનો વિષય નથી અને 900 બેડ શિફ્ટ અથવા બંધ કરવાથી બેડની ખોટ ગુજરાતમાં નહિ થાય. હાલમાં તો આ લેબ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે અને GTU દ્વારા આ લેબ (Public testing lab) તૈયાર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details