ગુજરાત

gujarat

ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયાનો આગામી સરકારમાં શું રોલ હશે જાણો અમારી વિશેષ વાતચીતમાં

By

Published : Oct 6, 2022, 6:47 PM IST

કોંગ્રેસના વિસાવદર એમએલએ હર્ષદ રિબડીયાએ ( Former Congress MLA Harshad Ribadiya ) ગૃહમાં ભાજપને અનેકવાર ઘેર્યો હતો. હવે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) પહેલાં ભાજપમાં જોડાઇ ગયાં છે ત્યારે વાત જુદી બની ગઇ છે. હર્ષદ રિબડીયા સાથે આવા અનેક મુદ્દે ઈટીવી ભારત દ્વારા ( Harshad Ribadia Reaction after Join BJP ) વિશેષ વાતચીત કરવામાં આવી હતી. શું મળ્યાં જવાબો તે જૂઓ.

ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયાનો આગામી સરકારમાં શું રોલ હશે જાણો અમારી વિશેષ વાતચીતમાં
ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયાનો આગામી સરકારમાં શું રોલ હશે જાણો અમારી વિશેષ વાતચીતમાં

ગાંધીનગર નવલી નવરાત્રીના નોમના દિવસે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે રાજીનામુ ( Former Congress MLA Harshad Ribadiya ) આપ્યું અને આજે સત્તાવાર સી.આર. પાટીલની ગેરહાજરીમાં અને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારે હર્ષદ રીબડિયા સાથે ETV ભારતે ખાસ વાતચીત ( Harshad Ribadia Reaction after Join BJP ) કરી હતી. જ્યારે ભાજપ કમલમ ખાતે હર્ષદ રિબડીયાએ ભગવાન બલરામના વાહન હળ સાથે પ્રવેશ કર્યો હતો.

ભાજપમાં જોડાયેલા રિબડીયાના અલગ સૂર સંભળાયા

હર્ષદ રિબડીયાની ઈટીવી ભારત સાથે વાતચીત હર્ષદ રિબડીયાએ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું ( Harshad Ribadia Reaction after Join BJP )હતું કે અત્યાર સુધીમાં અમે ભાજપ અને સરકારનો વિરોધ કરતા હતાં. કારણકે અમે વિપક્ષમાં હતાં અને વિરોધ જ કરવાનો હતો. સરકાર સારું કામ કરે તો પણ અમારે વિરોધ જ કરવાનો હતો. જ્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ખેડૂતોના પ્રશ્ન મુદ્દે અનેક પ્રકારનો વિરોધ કર્યો છે પણ જેટલા વિરોધ કર્યા છે તે તમામ મુદ્દે સરકાર સકારાત્મકતા દાખવીને તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. જેટલા પ્રશ્નો મેં ખેડૂતો માટે ઉપાડ્યાં હતાં તેનું નિરાકરણ થયું છે. મારો વિધાનસભા વિસ્તાર ગીર જંગલમાં આવેલો છે અને ખેડૂતોને રાત્રીમાં પાણી વાળવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે સરકાર દ્વારા હવે દિવસે પણ વીજળી આપવાની શરૂ કરી છે.

કોંગ્રેસ અંગે હર્ષદ રિબડીયાભાજપમાં જોડાઇ ગયેલાપૂર્વ કોંગ્રેસી હર્ષદ રિબડીયાએ જણાવ્યું ( Harshad Ribadia Reaction after Join BJP )હતું કે કોંગ્રેસમાં અનેક ત્રુટિ છે. જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આગેવાનો અન્ય રાજ્યમાં જઈને ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ગુજરાતમાં હજી એક પણ મોટી સભાનું અથવા તો મોટું કોઈ પણ પ્રકારનું આયોજન થયું નથી. ગુજરાત કોંગ્રેસના અનેક આગેવાનો પણ આ બાબતથી નારાજ છે.

લાંબા સમયથી ચર્ચા હતી હર્ષદ રિબડીયાએ વધુમાં ( Harshad Ribadia Reaction after Join BJP )જણાવ્યું હતું કે છેલ્લા અનેક સમયથી રિબડીયા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાતો થતી હતી. જેના કારણે મારા કાર્યકરો અને મતદારો મૂંઝવણમાં હતાં. ત્યારે અંતે તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ ભાજપ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આજે ભાજપ પક્ષમાં જોડાતાની સાથે જ વિસાવદર વિધાનસભાના 20 થી વધુ ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ ભાજપમાં સત્તાવાર જોડાયા છે.

હર્ષદ રિબીડયા કૃષિપ્રધાન કે વનપ્રધાન ગુજરાત વિધાનસભામાં સરકારમાં કૃષિ બાબતે અને વન બાબતના પ્રશ્નોમાં રિબડીયાએ અનેક આક્ષેપ કરીને સરકારને ઘેરી હતી. ત્યારે નવી સરકારમાં (Gujarat Assembly Election 2022 ) હર્ષદ રિબડીયા કેબિનેટમાં વન અથવા કૃષિપ્રધાન તરીકે જોવા મળશે તેમ પૂછ્યું હતું. જેના ઉત્તરમાં રિબડીયાએ ( Harshad Ribadia Reaction after Join BJP ) હસતાં મુખે પ્રશ્ન નો જવાબ ફેરવી જણાવ્યું હતું કે ભાજપ પક્ષ જે પણ જવાબદારી સોંપશે તે હું હંમેશા નીભાવીશ. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હર્ષદ રિબડીયાને નવી સરકારમાં મોટું સ્થાન પ્રાપ્ત થશે.

રાજ્યસભાની ચૂંટણીમાં 40 કરોડની ઓફરગુજરાત વિધાનસભા ચૂંટણીપહેલાં ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એહમદ પટેલ અમિત શાહ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ઘટના યાદ કરતા હર્ષદ રિબડીયાએ ( Harshad Ribadia Reaction after Join BJP ) જણાવ્યું હતું કે મને રાજ્યસભાની ચૂંટણી વખતે 40 કરોડની ઓફર હતી. પણ હું જે પક્ષમાં હોવ એ પક્ષ જોડે ગદ્દારી ન કરું. હું ખેડૂત પુત્ર છું. જ્યારે જે લોકોએ મને 40 કરોડની ઓફર કરી હતી તે કોંગ્રેસમાં જ આગેવાન હતો, જે આગેવાનો પૈકી એક આગેવાનનું મૃત્યુ થયું છે જ્યારે બીજા આગેવાન હજુ હયાત છે. પણ જ્યારે સમય આવશે ત્યારે નામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત મેં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન કર્યું હોવાનું નિવેદન હર્ષદ રિબડીયાએ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details