ગુજરાત

gujarat

GUJCET 2021 Exam: ગુજસેટ પરીક્ષાની જાહેરાત, 6 ઓગસ્ટના રોજ યોજાશે પરીક્ષા

By

Published : Jul 15, 2021, 12:51 PM IST

કોરોના વૈશ્વિક મહામારી લઈને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની જાહેરાત કરી છે. ત્યારે મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જતા 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ (GUJCET Exam)ની પરીક્ષાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે

GUJCET 2021 Exam
GUJCET 2021 Exam

  • રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે
  • રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત
  • 6 ઓગસ્ટના રોજ યોજાશે પરીક્ષા
  • કોરોના પ્રોટોકોલ પ્રમાણે યોજાશે પરીક્ષા

ગાંધીનગર: કોરોના વૈશ્વિક (corona) મહામારી લઈને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની જાહેરાત કરી છે. ત્યારે મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જતા 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા (GUJCET Exam)નો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે પોતાના પ્રોટોકોલને ધ્યાનમાં લઇને 6 ઓગસ્ટના રોજ આખા રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે.

આ પણ વાંચો: આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 10થી 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે વર્ષ 2021 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિજ્ઞાન પ્રવાહ રૂપે ગ્રુપ B અને ABના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે.

70 ટકા અભ્યાસક્રમમાંથી પરીક્ષા યોજવામાં આવશે

કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ 30 ટકા અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફક્ત 70 ટકા અભ્યાસક્રમમાંથી જ ગુજકેટની પરીક્ષા (GUJCET Exam) યોજવાનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા 30 ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકા અભ્યાસક્રમમાંથી ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે.

આ પણ વાંચો: NEETની પરીક્ષા હવે 13 ભાષાઓમાં આયોજિત થશે, કુવૈતમાં ખુલશે પરીક્ષા કેન્દ્ર

પરીક્ષાનું માળખું

વિષય પ્રશ્રો ગુણ સમય
1 ભૌતિકશાસ્ત્ર 40 40 120 મિનિટ
2 રસાયણશાસ્ત્ર 40 40 120 મિનિટ
3 જીવ વિજ્ઞાન 40 40 60 મિનિટ
3 ગણિત 40 40 60 મિનિટ
5 ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે

કોવિડ પ્રોટોકોલ પ્રમાણે યોજાશે પરીક્ષા

શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલી ગુજકેટની પરીક્ષા કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં લઈને યોજવામાં આવશે. જેમાં એક વર્ગખંડ દીઠ 20 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details