ગુજરાત

gujarat

Gujarat Corona Update: કોરોનાના કુલ 39 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં

By

Published : Jul 16, 2021, 9:36 PM IST

રાજ્યમાં જૂન મહિનાના અંતથી કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવરી રેટ સતત વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર ફક્ત 39 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

16 July Corona Update
16 July Corona Update

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
  • છેલ્લા 24 કલાકમાં કુલ 70 દર્દીઓ સ્વસ્થ થયા

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 07 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 05 કેસ નોંધાયા છે અને વડોદરામાં 06 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 કેસ નોંધાયા, મૃત્યુદર શૂન્ય

રાજ્યમાં કેટલા નાગરિકોનું થયું વેક્સિનેશન

રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોરોનાની યાદી મુજબ, રાજ્યમાં 16 જુલાઈના રોજ કુલ 2,73,547 વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 02,90,27,804 લોકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ વધીને 98.70 ટકા જેટલો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 08,13,743 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

16 July Corona Update

આ પણ વાંચો:Gujarat Corona Update: રાજયના તમામ જિલ્લામાં 10થી ઓછા કેસ, મૃત્યુઆંક શૂન્ય

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુજબ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 606 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 07 વેન્ટિલેટર પર અને 599 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,074 નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details