ગુજરાત

gujarat

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત

By

Published : Jul 4, 2021, 9:24 PM IST

રાજ્યમાં કોરોના (Corona) ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે રવિવારે વધુ 128 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

  • છેલ્લા 24 કલાકમાં નવા 70 કેસ
  • 190 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના થયા મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના ( Gujarat Corona Update ) માં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં રવિવારે પણ 100થી ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. આજે રવિવારે વધુ 128 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 02 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 25 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. આ ઉપરાંત સુરતમાં 10, વડોદરામાં 03 અને રાજકોટમાં 08 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update

રાજયમાં વધુ 2,65,647 લોકોને વેક્સિન અપાઈ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. આજે રવિવારે 2,65,647 લોકોનું વેક્સિનેશન કરાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,07,725 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 2,467 એક્ટિવ કેસ છે. જેમાં 10 વેન્ટિલેટર પર અને 2,457 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,069 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,297 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.48 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details