- ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન
- મનસુખ માંડવીયાએ ગુજરાતને અર્પણ કર્યા એવોર્ડ
ગાંધીનગર: ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે.ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેનિંગ અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તાના માપદંડોમાં ગુજરાત અગ્રેસર સાબિત થયું છે.
પરફોર્મન્સ ઓન ફૂડ સેફ્ટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.