ગુજરાત

gujarat

ચૂંટણી પહેલાં લોકોને પાર્ટીમાં જોડવા ભાજપે શરૂ કર્યું નવું અભિયાન

By

Published : Jun 17, 2022, 8:43 AM IST

ચૂંટણી પહેલાં લોકોને પાર્ટીમાં જોડવા ભાજપે શરૂ કર્યું નવું અભિયાન
ચૂંટણી પહેલાં લોકોને પાર્ટીમાં જોડવા ભાજપે શરૂ કર્યું નવું અભિયાન ()

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપે સદસ્યતા અભિયાન 2022ની શરૂઆત (Gujarat BJP membership campaign 2022) કરી છે. તો કઈ રીતે આ અભિયાનમાં જોડાઈ શકશો. તેમ જ આ અભિયાનનો ઉદ્દેશ શું છે આવો જાણીએ.

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી તેના કાર્યકરોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી છે. તેવામાં ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન 2022 (Gujarat BJP membership campaign 2022) ચાલી રહ્યું છે. આ જ રીતે ભાજપે ગુજરાતમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખીને આ અભિયાનની શરૂઆત કરી છે.

CR પાટીલે શરૂ કરાવ્યું અભિયાન

સદસ્યતા અભિયાનની કામગીરી -ગુજરાતમાં સદસ્યતા અભિયાનની (Gujarat BJP membership campaign 2022) શરૂઆત કરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (BJP State President CR Patil) જણાવ્યું હતું કે, આ પ્રાથમિક સદસ્યતા અભિયાન 16થી 17 જુલાઈ એમ એક મહિનો ચાલશે. જ્યારે 16થી 23 જૂન દરમિયાન પેજ સમિતિના સભ્યોને પ્રાથમિક સદસ્યો બનાવવાનું અભિયાન ચાલશે. તો 23થી 30 જૂન દરમિયાન વિવિધ મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવશે. આ ઉપરાંત 1થી 10 જુલાઈ દરમિયાન વિવિધ સેલ તેમ જ વિભાગ દ્વારા આ અભિયાન કરવામાં આવશે. સાથે જ 10થી 17 જુલાઈ દરમિયાન વિવિધ મોરચાના વિસ્તારક યોજના થકી આ અભિયાન કરવામાં આવશે.

લોકોને ભાજપમાં જોડવાનો ઉદ્દેશ

આ પણ વાંચો-યુવા મહિલાઓને ભાજપ સાથે જોડવાનું લક્ષ્યાંક: મહિલા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ

QR કોડ અને મિસ્ડ કોલ થકી સદસ્યતા અભિયાન -ભાજપમાં પ્રાથમિક સદસ્ય બનવા માટે 3 લાખથી વધુ QR code સ્ટીકર સમગ્ર ગુજરાતમાં લાગશે. આ ઉપરાંત 78 78 182 182 નંબર પર મિસ્ડ કોલ આપતા વ્યક્તિને ટેક્સ્ટ મેસેજ દ્વારા narendramodi.in નામની લિન્ક મળશે. તેની પર ક્લિક કરવાથી સદસ્યતા અભિયાનની વિધિ પૂર્ણ થશે. તે વ્યક્તિનું ઓનલાઈન ડિજિટલ આઈકાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે.

આ નંબર પર મિસ્ડ કોલ કરવાથી મળશે લિન્ક

આ પણ વાંચો-Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ

દોઢ ગણા સભ્યો બનાવવાનો ટાર્ગેટ -ભાજપમાં પ્રાથમિક સદસ્યતા મેળવવા માટે દર 3 વર્ષે આ પ્રકારનું અભિયાન હાથ ધરવામાં (Gujarat BJP membership campaign 2022) આવે છે. ગયા અભિયાન કરતા આ અભિયાનમાં દોઢ ગણા સદસ્ય જોડાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ અભિયાનને બૂથ સ્તરે લઈ જવામાં આવશે. ભાજપે દાવો કર્યો હતો કે, વર્તમાનમાં 1.14 કરોડ જેટલા લોકો ગુજરાત ભાજપ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ભાજપના મહામંત્રીઓ દ્વારા મહિલા, ખેડૂતો વગેરે માટે 6 પ્રકારની બુકલેટ પણ લોન્ચ (Gujarat BJP Launch Booklet)કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details