Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ

author img

By

Published : Jun 6, 2022, 1:25 PM IST

Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly 2022) લઈને આમ આદમી પાર્ટી એન ભાજપ તડામાર એક બાદ એક વિવિધ વિષય પર બેઠક યોજી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં સંઘ અને સરકાર વચ્ચે મથક હેડગેવાર ભવન ખાતે સમન્વય (BJP Sandh Coordination Meeting) બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું છે આ બેઠક જાણો...

અમદાવાદ : અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે સરકાર અને સંઘ વચ્ચે મહત્વની (Ahmedabad Govt Sandh Meeting) સમન્વય બેઠક યોજાઈ રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly 2022) લઈને આ સમન્વય બેઠકનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને સંઘ વચ્ચે અવારનવાર બેઠકો જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ બેઠક સામાજિક પરિસ્થિતિ પર વધુ ભાર આપવામાં આવે છે.

Gujarat Assembly 2022 : ચૂંટણીને લઈને 108ની સ્પીડે ભાજપની બેઠકોનો ધમધમાટ

આ પણ વાંચો : વડોદરાના અટલાદરામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર ભાજપ અગ્રણીના ઘર પર પથ્થરમારો

ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક - સમન્વય બેઠક (BJP Coordination Meeting) પહેલા સંઘના ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખે જણાવ્યું હતું કે, દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો આ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર વિચારોની આપ-લે થશે. દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય (BJP Sandh Coordination Meeting) બેઠકમાં થાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપની નિયત જ નથી સારી સરકારી સ્કૂલ બનાવવાનીઃ મનીષ સિસોદિયા

ગુજરાતની સામાજિક પરિસ્થિતિ પર ચર્ચા - મળતી માહિતી મુજબ સંઘના હોદ્દેદારો અને સંઘ સાથે (BJP Meeting at Hedgewar Bhavan) જોડાયેલા અન્ય ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત છે. રાજ્યની રાજકીય સામાજિક પરિસ્થિતિના મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ છે. આ સમન્વય બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, નાણાં પ્રધાન કનુ દેસાઈ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના (BJP Meeting in Ahmedabad) આગેવાનો ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.