ગુજરાત

gujarat

Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર

By

Published : Mar 7, 2022, 3:49 PM IST

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Session 2022) કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન રદ (Congress MLA Punja Vansh suspension cancel) કરવામાં આવ્યું છે. સર્વસંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર
Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Session 2022) કોંગ્રેસના ધારાસભ્યપૂંજા વંશનું સસ્પેન્શન રદ (Congress MLA Punja Vansh suspension cancel) કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન અંગે અપશબ્દો કહેતા તેમને ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ (Poojna Vansh suspended from assembly) કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Gujarat Budget 2022 : હર્ષ સંઘવીનો પૂંજા વંશને વળતો જવાબ

ધારાસભ્ય પૂંજા વંશે ગૃહ રાજ્યપ્રધાનને કહ્યા હતા અપશબ્દો

આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly Session 2022) 4 માર્ચે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે ગૃહ રાજ્યપ્રધાનને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ પ્રશ્નોત્તરી પૂર્ણ થયા પછી શાસક પક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને પૂજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો (Poojna Vansh suspended from assembly) પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં બહુમતીના જોરે પૂજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો આજે ફરીથી આ બાબતે ચર્ચા કરીને સર્વસંમતિથી 7 દિવસના સસ્પેન્શન ઓર્ડરને રદ કરવાનો નિર્ણય વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં કોંગ્રેસનો વિરોધ

શુક્રવારે અધ્યક્ષની ચેમ્બરમાં કરવામાં આવી હતી રજૂઆત

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Session 2022) ધારાસભ્ય પૂંજા વંશે ગૃહ રાજ્યપ્રધાન માટે અશોભનીય શબ્દો કહ્યા હતા. ત્યારબાદ તેમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, આ નિર્ણય પહેલાં જ પૂંજા વંશ વિધાનસભા ગૃહની બહાર આવી ગયા હતા. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને પૂજા વંશ સહિતના સિનિયર ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષને મળીને ચર્ચા કરી હતી. અને શાસક પક્ષ 7 દિવસ સસ્પેન્ડ કરવાનો (Congress MLA Punja Vansh suspension cancel) નિર્ણય પાછો ખેંચે તે અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી

વિધાનસભાના દંડકે જાહેરાત કરી હતી

ત્યારે આજે (સોમવારે) પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ શાસક પક્ષના દંડક પંકજ દેસાઈ વિધાનસભા ગૃહમાં રદ કરવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂજા વંશના સાત દિવસનું સસ્પેન્શન રદ (Congress MLA Punja Vansh suspension cancel) કરવામાં આવ્યું છે.

આજથી ગૃહમાં હાજર રહી શકશે પૂંજા વંશ

પ્રશ્નોત્તરી કાળ બાદ વિધાનસભામાં શાસક પક્ષના દંડક પંકજ દેખાઈએ 7 દિવસનાં સસ્પેન્શન ઓર્ડર રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં સર્વસંમતિથી પૂજા વંશના 7 દિવસનાં સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય (Congress MLA Punja Vansh suspension cancel) કરવામાં આવ્યો તો. જ્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય જાહેરાત કરી હતી કે, આજથી પૂંજા વંશ વિધાનસભાની કાર્યવાહીમાં જોડાઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details