ગુજરાત

gujarat

Gujarat Assembly 2022: હું નાયક ફિલ્મનો અનિલ કપૂર બનવા નથી માંગતો, હું મહેસૂલપ્રધાન છું એ જ બરાબર છું, રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

By

Published : Mar 25, 2022, 3:43 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન કર્યું હતું કે, નાયક ફિલ્મનો અનિલ કપૂર બનવા માંગતો નથી પણ મહેસૂલપ્રધાન છું એ જ બરાબર છુ. ધારાસભ્યોના જે પ્રશ્નો છે તે પ્રશ્નો બાબતે પણ પંદર દિવસની અંદર તમામ ધારાસભ્યોને પ્રશ્નો સાંભળીને તેને પણ વહેલી તકે નિકાલ થાય.

Gujarat Assembly 2022: હું નાયક ફિલ્મનો અનિલ કપૂર બનવા નથી માંગતો,હું મહેસૂલ પ્રધાન છું એ જ બરાબર છું, રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
Gujarat Assembly 2022: હું નાયક ફિલ્મનો અનિલ કપૂર બનવા નથી માંગતો,હું મહેસૂલ પ્રધાન છું એ જ બરાબર છું, રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

ગાંધીનગર:વિધાનસભા ગૃહમાં હાજર મહેસૂલ વિભાગને(Revenue Department) માગણીઓ અને ચર્ચા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં મહેસૂલપ્રધાન(Minister of Revenue) રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન કર્યું હતું કે હું નાયક ફિલ્મનો અનિલ કપૂર (Anil Kapoor From Nayak Film)બનવા માંગતો નથી. હું મહેસૂલપ્રધાન છું એ જ બરાબર છું. જ્યારેમહેસુલના પ્રશ્નો(Revenue questions) બાબતે રાજ્યના તમામ ધારાસભ્યો 15 એપ્રિલ સુધી મારા કાર્યાલયમાં રજૂઆત કરવા આવી શકે છે.

રી સર્વેમાં નિકાલ કરવામાં આવ્યો -રીસર્વેની કામગીરી બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાગૃહમાં જવાબ આપ્યો હતો કે, જમીન રી સર્વે બાબતે કોઈપણ 62,776 જેટલી અરજીઓ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ હતી. જેમાં આજ સુધીમાં 56, 770 નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની અરજીઓનો પણ વહેલી તકે નિકાલ કરવામાં આવશે. વિધાનસભાગૃહમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી નિવેદન આપ્યું હતું કે ધારાસભ્યોના જે પ્રશ્નો છે તે પ્રશ્નો બાબતે પણ પંદર દિવસની અંદર તમામ ધારાસભ્યોને પ્રશ્નો સાંભળીને તેને પણ વહેલી તકે નિકાલ થાય.

7/12ના ઉતારા સ્કેનિંગ કરાયા -વિધાનસભા ગૃહ રાજ્યપ્રધાન વિડીયો વધુમાં જાહેરાત કરી હતી કે ગામ નમુના સાત બારના ઉતારા આઠ કરોડથી વધુ પાનાં કેનીંગ અને બાળકો યુક્ત પ્રમાણિત નકલ તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રી-સર્વેની કામગીરીથી(Re-survey operations) મેસૂર અને વધુમાં વધુ ડિજિટલ તૈયાર કરવામાં આવી છે. જ્યારે ઔદ્યોગિક હેતુસર બજાર કિંમતના 15ટકાના દરે આપવામાં આવતી જમીનો જે હવે નીતિમાં સુધારો કરીને પૂર્ણ બજાર કિંમતના છ ટકાના વાર્ષિક દરે ફાળવણી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ હેતુ માટે 50 વર્ષના લાંબા ગાળાના ભાડાપટ્ટે જમીનની ફાળવણી કરવાની તથા 50 વર્ષ બાદ રીન્યુ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:આ શહેરમાં ટ્રાફિક નિયમો પાળનારને મળશે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ

ડાંગ જિલ્લા માટે મહત્વની જાહેરાત - ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના સાપુતારામાં 242 જેટલા આદિવાસી વિસ્થાપિતોના વર્ષોજૂનાના પ્રશ્નો ઉકેલીને એક રૂપિયાના ટોકનના દરે 99 વર્ષના ભાડાપટ્ટે 340 મીટર સુધીના પ્લોટોની ફાળવણી પણ કરવામાં આવી છે. જ્યારે કચ્છના ભૂકંપ બાદ પુન વસવાટ કરવામાં આવેલ છે. જેનાથી ગામના 16 હજારથી વધુ લાભાર્થીઓના સંસદ મળવાના અને વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ કરીને કચ્છ ભુજના ડુંગરા ગામે સાથણીની 984 એક જમીનનો કબજો પણ 285 લાભાર્થીઓને 11 નવેમ્બર 2021ના રોજ સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:દિવાળીના તહેવારને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનો Action Plan

ગામની જમીનની માપણી -રાજ્યની જમીન માપણી હેઠળના કુલ 18,046 ગામો પૈકી કુલ18,035 ગામની માપણી પૂર્ણ કરવામાં આવી છે. 1988 ગામના રેકોર્ડ કરવામાં આવ્યા છે જ્યારે રી-સર્વે પછી હક પત્ર સાથે જે તે સર્વે નંબરનો નકશો આપનાર ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે.

મોટા નગરોમાં ટ્રાફિક સમસ્યા નિવારણ -વિધાનસભા ગૃહમાં રાજ્ય માર્ગ-મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં મહાનગરમાં તો રીંગ રોડની વ્યવસ્થા છે. પરંતુ જે નગરપાલિકાઓ અને નાના શહેરો છે તેમાં હવે વધુ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફીકના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યાએ રિંગરોડની વ્યવસ્થાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આમ આવનારા સમયમાં ટ્રાફિક શહેરોમાંથી ઓછો કરવા માટે રિંગરોડની વ્યવસ્થા પણ કરવામાં આવશે..

ABOUT THE AUTHOR

...view details