ગુજરાત

gujarat

Amit Shah will inaugurate virtually : અમિત શાહ દ્વારા આજે ગાંધીનગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

By

Published : Dec 29, 2021, 10:50 AM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બુધવારે ગાંધીનગરમાં 49.36 કરોડની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ (Amit Shah will inaugurate virtually) કરશે.

Amit Shah will inaugurate virtually : અમિત શાહ દ્વારા આજે ગાંધીનગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ
Amit Shah will inaugurate virtually : અમિત શાહ દ્વારા આજે ગાંધીનગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ (Amit Shah will inaugurate virtually) કરશે. આ કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે.

ગાંધીનગર મહામગરપાલિકા દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની (Former Prime Minister Atal Bihari Vajpayee) જન્મજયંતીને અંતર્ગત ગાંધીનગર મહામગરપાલિકા દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી (Good Governance Week was celebrated by Gandhinagar Municipal Corporation) કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે શહેરના સેક્ટર 29 અને સેક્ટર 24 ખાતે નિર્માણ પામેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કુલ 14 બગીચાઓનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે

અમિત શાહ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં 49.36 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે.

કાર્યક્રમ રાયસણના સ્વર્ણિમ સંસ્કૃતિક હોલ ખાતે

આ કાર્યક્રમ રાયસણના સ્વર્ણિમ સંસ્કૃતિક હોલ ખાતે આજે બુધવાર બપોરે 1:30 વાગ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમ ગાંધીનગરના સાંસદ અને ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગાંધીનગર મનપાના મેયર હિતેશ મકવાણા, મનપા કમિશ્નર ડૉ. ધવલ પટેલની હાજરીમાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરના સાંસદ છે.

આ પણ વાંચો:શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, કરોડોના વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી

ABOUT THE AUTHOR

...view details