ગુજરાત

gujarat

ગ્રાહક કોર્ટે એક જ દિવસમાં 1306 ખેડૂતોની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું ઘટના...

By

Published : Nov 1, 2021, 8:40 PM IST

ગાંધીનગરની ગ્રાહક કોર્ટે (Consumer Court ) એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે, જેમાં બનાસકાંઠાના 1306 ખેડૂતો (Farmers Banaskantha) અને દૂધ ઉત્પાદકોને વિમા કંપની દ્વારા LICની પોલિસીના (LIC Policy) સંપૂર્ણ નાણા ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે કંપનીને 1000 રૂપિયા અરજી પેટે અને 1000 રૂપિયા માનસિક ત્રાસ માટે ચૂકવવા હુકમ કર્યો છે.

ગ્રાહક કોર્ટે એક જ દિવસમાં 1306 ખેડૂતોની તરફેણમાં આપ્યો ચુકાદો
ગ્રાહક કોર્ટે એક જ દિવસમાં 1306 ખેડૂતોની તરફેણમાં આપ્યો ચુકાદો

  • ગાંધીનગરની ગ્રાહક કોર્ટે ખેડૂતોના સમર્થનમાં ચૂકાદો આપ્યો
  • ખેડૂતોને LICની પોલિસીના રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો
  • 1000 અરજી અને 1000 રૂપિયા માનસિક ત્રાસ પેટે ચૂકવવા આદેશ

ગાંધીનગર : ગ્રાહક કોર્ટે (Consumer Court ) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. દુધમંડળીના સામાન્ય લોકોના ઇન્સ્યોરન્સના ક્લેમની રકમ ન ચૂકવાઇ હોય તેવા 1306 લોકોને (Farmers Banaskantha) પોલિસીની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે બનાસકાંઠાના 1306 ખેડૂતો અને દૂધ ઉત્પાદકોએ અગાઉ બનાસડેરી મારફતે LICની પોલિસી (LIC Policy) લીધી હતી. આ બાદ, લોકો પાસેથી પોલિસીના હપ્તા લઈ લીધા બાદ ક્લેમ તરીકે રકમ પરત અપાઈ ન હતી. જેની સામે ગ્રાહક કોર્ટમાં કેસ જતા કોર્ટે દૂધ ઉત્પાદકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ગ્રાહક કોર્ટે એક જ દિવસમાં 1306 ખેડૂતોની તરફેણમાં આપ્યો ચુકાદો

શું છે સમગ્ર ઘટના ?

ઉલ્લેખનીયે છે કે, થોડા સમય પહેલા કેટલાક ખેડૂતોએ બનાસડેરી મારફતે LICની પોલિસી લીધી હતી. આ પોલિસી અંતર્ગત કુદરતી મૃત્યુના 30000, આકસ્મિક મૃત્યુના 75000 અને, કાયમી ખોડ ખાપણના 37500 રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ કોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપની તરફથી રજૂઆત કરવામાં આવી કે આ પોલિસી થોડા સમય બાદ રદ થઈ ગઈ હોવાને કારણે દુધ ઉત્પાદકોને પૈસા મળવા પાત્ર નથી.

કોર્ટે વીમા કંપનીની દલીલ સામે શું નોંધ્યું ?

કોર્ટે નોંધ્યું હતું કે, ભલે વીમા કંપનીએ પોતાની પોલિસી બંધ કરી હોય તેમ છતાં અરજદારો પાસેથી કંપનીએ પૈસા લીધા હોવાને કારણે અરજદારોને પૈસા ચૂકવવા પડશે. કોર્ટે નોંધ્યું હતું કે, 1306 લોકોને પૈસા મળવા જોઈએ. અરજદારોની લેણી રકમ 7 ટકાના વ્યાજ સાથે કોર્ટે કંપનીને 1000 રૂપિયા અરજી પેટે અને 1000 રૂપિયા માનસિક ત્રાસ માટે ચૂકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે અહીં નોંધ્યું હતું કે, લોકોને તેમના પૈસા ઝડપથી મળે અને વીમા કંપની અપીલમાં ન જાય તે માટે માનસિક ત્રાસના પૈસા ઓછા ચૂકવવા હુકમ કર્યો છે. જો આ પૈસા નિયત સમયમાં નહીં ચૂકવાય તો તેના ઉપર 9.5 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details