ગુજરાત

gujarat

1થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવાનું અભિયાન હાથ ધરાશે: પૂર્ણેશ મોદી

By

Published : Sep 20, 2021, 3:48 PM IST

વરસાદના કારણે રાજ્યમાં ઘણી બધી જગ્યાઓએ રસ્તા તૂટી જવાની ઘટનાઓ બની છે. જેને લઈને રાજ્યના નવનિયુક્ત માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને દરેક જિલ્લામાં બગડેલા તેમજ તૂટેલા રસ્તાઓની માહિતી લઈને આગામી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે નિવેદન આપ્યું હતું કે, આગામી 1થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વરસાદના કારણે તૂટેલા રસ્તાઓ રિપેર કરવાનું અભિયાન હાથ ધરાશે.

1થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવાનું અભિયાન હાથ ધરાશે:
1થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવાનું અભિયાન હાથ ધરાશે:

  • રાજ્યના નવનિયુક્ત માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાને યોજી બેઠક
  • જેટલા રસ્તા તૂટ્યા છે, તે તમામની વિગતો સાથે આગામી સમયમાં મળશે બીજી બેઠક
  • તૂટેલા રસ્તાઓના રિપેરીંગ માટે 1થી 10 ઓક્ટોબર દરમિયાન લેવાશે મહત્વનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં માર્ગ-મકાન વિભાગનો હવાલો ધરાવતા કેબિનેટ કક્ષાના પ્રધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના રોડ-રસ્તાઓની વિગતો સાથે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યમાં કયા વિસ્તારમાં કયા જિલ્લાઓમાં કેટલા રસ્તાઓ અને કેટલા કિલોમીટરના રસ્તાઓ તૂટ્યા છે. તે બાબતની માહિતી સાથે આગામી સમયમાં રોડ રસ્તા રીપેરીંગ માટેનું પણ આયોજન કરાયું હોવાની વિગતો આપી હતી.

1થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવાનું અભિયાન હાથ ધરાશે:

ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે વિગતો

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ તૂટી ગયા છે. આ બાબતે અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ વિગતો લેવામાં આવી છે અને આ બાબતે અત્યારે કામકાજ પણ પ્રગતિમાં છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદના કારણે કેટલા કિલોમીટરના રસ્તાઓ તૂટ્યા છે તેની વિગત પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યારે આ રસ્તાના રિપેરીંગ કેવી રીતે થશે. તેના આયોજનની માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

1થી 10 ઓક્ટોબર દરમિયાન મહાઅભિયાન

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,1થી 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં રોડ-રસ્તા રિપેરીંગનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં વરસાદના કારણે તૂટેલા રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર થાય તે બાબતે પણ અધિકારીઓને સૂચના આપીને વહેલી તકે કામ પૂર્ણ થાય અને રાજ્યના નાગરિકોને સારા રસ્તા પ્રાપ્ત થાય તેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ નાગરિકોને સારા રસ્તા પ્રાપ્ત થાય તે પ્રાથમિકતા

કેબિનેટ કક્ષાના પ્રધાન પૂર્ણેશ મોદીએ શનિવારે ચાર્જ સંભાળતાની સાથે જ મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને કે જે છેવાડેો પણ વસવાટ કરી રહ્યા છે, તેમને પણ સારામાં સારા રસ્તાઓ પ્રાપ્ત થાય તે પ્રાથમિકતા રહેશે. આમ, રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો, શહેરોમાં તાલુકાઓમાં અને જિલ્લાઓમાં તમામ નાગરિકોને સારા રસ્તા પ્રાપ્ત થાય તે બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેઓ પણ આ બાબતે વધુ પ્રાથમિકતા ધરશે તેવું મહત્વનું નિવેદન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details