ગુજરાત

gujarat

door to door vaccine: દિવાળીની રજા બાદ વેક્સિનેશનની કાર્યવાહી પુન: શરૂ

By

Published : Nov 7, 2021, 1:04 PM IST

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમા ઘરેઘરે જઈને વેક્સિન (door to door vaccine) આપવાની કામગીરી દિવાળી પહેલા શરૂ કરવામાં આવી હતી. દિવાળી પહેલાંના બે દિવસના સમયગાળા દરમિયાન કોર્પોરેશનના જુદા જુદા વિસ્તારમાં ફરી લોકોના ઘરે ઘરે જઈ 500 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. જોકે દિવાળીની રજાઓ બાદ ફરીથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લે અને પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝની રસીનો પણ ટાર્ગેટ પૂર્ણ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.

door to door vaccine: ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ફરી ઘરે ઘરે વેક્સિન અપાશે
door to door vaccine: ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ફરી ઘરે ઘરે વેક્સિન અપાશે

  • 30 નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
  • 40 હજાર લાભાર્થીઓને રસી આપવાની બાકી
  • કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ રસીનો ટાર્ગેટ પૂર્ણ થયો

ગાંધીનગર: રાજ્યભરમાં પણ વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે વ્યક્તિની આ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘરે-ઘરે વેક્સિન (door to door vaccine) આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ સક્રિય થઇને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન લોકો ઘરે ના હોવાથી રજાઓમાં વેક્સિન આપવાની કામગીરી બંધ હતી. આવતી કાલથી ફરી ઘરે-ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ઘરે ઘરે વેક્સિન

હેલ્થ ડિપાર્ટમેન્ટના 20 લોકોની ટીમ

આ અંગે વધુમાં જણાવતા હેલ્થ ઓફિસર કલ્પેશ ગોસ્વામી એ કહ્યું હતું કે, બે દિવસ દરમિયાન અમે ઘરે-ઘરે જઈ વેક્સિન આપી છે, જ્યાં 500થી લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યાં ચરેડી છાપરા, આદીવાડા, ગીરના છાપરા વગેરે વિસ્તારથી શરૂઆત કરી હતી. જેમાં હેલ્થ ડીપાર્ટમેન્ટની 20 લોકોની ટીમ બનાવવામાં આવી છે. જેટલા પણ લોકો બાકી છે, તે તમામને વેક્સિન આપવાની સુવિધા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. બીજા ડોઝ માટે હજુ 40,000નો ટાર્ગેટ બાકી છે, ત્યારે જ્યાં સુધી આ ટાર્ગેટ પૂરો ના થાય ત્યાં સુધી વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રાખીશું. 30 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

ઘરે ઘરે વેક્સિન

2.95 રસીનો ટાર્ગેટ

અત્યાર સુધી 2,25,000ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, ત્યારે 3,70,000ને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જોકે કોર્પોરેશન વિસ્તારમાં ટોટલ 2.95 લાખને વેક્સિનના બે ડોઝ આપવાનો ટાર્ગેટ છે. ત્યારે પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂરો કરી દીધો છે અને સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કરવાની બિલકુલ નજીક છે. 40,000 જેટલા સેકન્ડ ડોઝ આપવાના બાકી છે. લોકોને સેન્ટર પર રસી આપવામાં આવશે પરંતુ જે નથી પહોંચી શકતા અને રસી નથી લેતા તે લોકો માટે ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:પ્રદૂષણથી પીડિત દિલ્હી કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા

આ પણ વાંચો:સંશોધનમાં વધુ એક ખુલાસો થયો: COVID-19 દ્વારા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે બદલાય છે

ABOUT THE AUTHOR

...view details