ગુજરાત

gujarat

Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ

By

Published : Jul 24, 2022, 7:31 PM IST

ગુજરાતમાં કોરોનના કેસો (Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ (Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં (Corona Cases Surge in Gujarat) છે.

Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ
Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ

ગાંધીનગર:રાજ્યમાં કોરોના કેસમાં (Corona cases in Gujarat) હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 937 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 5470 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 11 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 5459 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,960 મૃત્યુ નોંધાયા છે, આજે 770 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.

આ પણ વાંચો:રાજ્યોને કેન્દ્રની સૂચના, હોમ આઈસોલેશનના રહેતા દર્દીઓ પર કડક રાખો નજર

હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી :રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ

આજે 3,01,991 રસીકરણ થયું :કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 23 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 3,01,991 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝમાં 36,555 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 1484 બીજા ડોઝમાં 2392 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,36,92,205 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 18 થી 59 સામાન્ય નાગરીકો માં 2,52,837 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ

આ પણ વાંચો:ભારતમાં COVID-19 કેસોમાં 23 ટકાનો ઉછાળો, ગુજરાતમાં પણ થયો બ્લાસ્ટ

ABOUT THE AUTHOR

...view details