ગુજરાત

gujarat

Corona In Gujarat: રાજ્યમાં નવા કેસોએ વધારી ચિંતા, વડોદરામાં પણ ઓમિક્રોનનો પગપેસારો

By

Published : Dec 20, 2021, 11:06 PM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસો (corona cases in gujarat) આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને હવે વડોદરામાં પણ ઓમિક્રોનના કેસ (omicron cases in gujarat) સામે આવ્યા છે. રાજ્યોમાં ઓમિક્રોનના કુલ 13 કેસો નોંધાયા છે. 63 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યારે કોરોનાના 577 એક્ટિવ કેસો (corona active cases in gujarat) છે.

Corona In Gujarat: રાજ્યમાં નવા કેસોએ વધારી ચિંતા, વડોદરામાં પણ ઓમિક્રોનનો પગપેસારો
Corona In Gujarat: રાજ્યમાં નવા કેસોએ વધારી ચિંતા, વડોદરામાં પણ ઓમિક્રોનનો પગપેસારો

ગાંધીનગર: ઓમિક્રોનના કેસો ગુજરાતમાં (omicron cases in gujarat) દિવસેને દિવસે વધી રહ્યા છે, જેની અસરના પગલે કોરોનાના કેસો (corona cases in gujarat) વધ્યા છે. રાજ્યમાં આજે 13 જિલ્લા અને 6 કોર્પોરેશનમાં કોરોનાના 70 કેસો નોંધાયા છે. રાજ્યમાં કુલ 13 જેટલા કેસો એમિક્રોનના નોંધાયા છે. આજે અમદાવાદ (omicron in ahmedabad) અને ગાંધીનગર બાદ વડોદરા (omicron in vadodara)માં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. વિદેશથી આવતા કોરોના પોઝિટિવ લોકો ચિંતાનો વિષય બની રહ્યા છે. ઓમિક્રોનનો ભય વધ્યો છે જેથી ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ આજે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 63 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 577 કેસો એક્ટિવ છે.

વડોદરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

કોરોના કેસોનો આંકડો એવરેજ 50થી 70ની વચ્ચે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન વકરવાની શક્યતા હવે વધી ગઈ છે. વડોદરામાં પણ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનમાં રાજ્યના સૌથી વધુ કેસો (corona cases in ahmedabad) જોવા મળ્યા છે. સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ (Corona In Gujarat) સઘન રીતે હાથ ધર્યું છે. ડિસેમ્બરમાં રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિ રહી તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી કેસો ઘણા વધી શકે છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

આજે 20 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 13, સુરત કોર્પોરેશનમાં 06, જામનગરમાં 06, ગાંધીનગર કોર્પોરેશનમાં 03, વડોદરા કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 05 કેસો નોંધાયા હતા. જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.

આજે 2.21 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. તે છતાં પણ વેક્સિન (vaccination in gujarat)નો બીજો ડોઝ લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. નવું વેરિયન્ટ આવતાની સાથે વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનવી જોઈએ, પરંતુ ડ્યુ સંખ્યા પણ હજુ વધુ છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે 24 કલાકમાં 2,21,718 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,72,84,752 ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે. પહેલા ડોઝ (corona vaccine first dose in gujarat)માં ગુજરાત પહેલાથી જ આગળ છે, પરંતુ ડ્યુ કેસો એટલે કે બીજા ડોઝ (corona vaccine second dose in gujarat)માં સમય વિત્યો છે છતાં લોકો વેક્સિન લેવામાં પાછળ છે. બીજી બાજુ બૂસ્ટર ડોઝને લઈને વિચારણા પણ અત્યારે ચાલી રહી છે, પરંતુ 100 ટકા વેક્સિન પણ એક ચેલેન્જ બની રહી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 577 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 દર્દીઓ વેન્ટિલેટર પર અને 569 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,102 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Rajkot School Corona Cases: સ્કૂલવાનમાં ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરતા રાજકોટ RTOની કાર્યવાહી

આ પણ વાંચો: Corona Vaccine Awareness: જુનાગઢમાં તબીબોએ કોરોના રસીકરણ અંગે જાગૃતિ લાવવા કર્યું સાયકલ યાત્રાનું આયોજન

ABOUT THE AUTHOR

...view details