ગુજરાત

gujarat

CM Bhupendra Patel Visit Gift City : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી

By

Published : Dec 1, 2021, 10:23 AM IST

ગાંધીનગરનું નવું નજરાણું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi dream project ) એવા ગિફ્ટ સિટીની ( Gujarat International Finance Tec-City ) બુધવારે પ્રથમ વખત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટીની બેઠક યોજીને કામકાજની સમીક્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે ગિફ્ટ સિટીમાં આવનારા પ્રોજેક્ટ અને વિકાસના કામ બાબતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી ( CM Bhupendra Patel Visit Gift City ) હતી. સાથે જ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરેલી બેઠક મુદ્દે પણ માહિતગાર થયા હતા.

CM Bhupedra Patel Visit Gift City: વડાપ્રધાન મોદીનાડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી
CM Bhupedra Patel Visit Gift City: વડાપ્રધાન મોદીનાડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી

  • સીએમ ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સીટીનr કરી મુલાકત
  • અધિકારીઓ સાથે કરાઈ વિકાસ મુદ્દે ચર્ચા
  • કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ કરેલ બેઠક મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની (Gujarat International Finance Tec-City) પ્રથમ વખત મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મુલાકાતમાં જ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરીને ગિફ્ટ સિટીમાં કેવા પ્રકારના કામ થઈ ગયા છે અને આવનાર ભવિષ્યમાં કેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. તે બાબતે પણ અધિકારીઓને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માહિતગાર કર્યા હતા. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi dream project ) ગુજરાતની ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું (International Financial Hub) ગેટ વે ઓફ ઇન્ડિયા અને તે બાબતનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ અને મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાના હેડક્વાટર બનાવે તેવું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

CM Bhupedra Patel Visit Gift City: વડાપ્રધાન મોદીનાડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી

આ પણ વાંચો:કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીના વિકાસ માટે બેઠક યોજશે

અત્યારે 200 જેટલી કંપનીઓ કાર્યરત
રચના મુખ્ય સચિવ પંકજકુમાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં અત્યારે 200થી વધારે કંપનીઓ કાર્યરત છે. જેમાં 12 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં પણ વધુમાં વધુ કંપનીઓ ગિફ્ટ સિટીની (Gujarat International Finance Tec-City) અંદર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેથી વધુ રોજગારી ઉત્પન્ન કરી શકાય અને ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય ગેટ વે ઓફ ઇન્ડીયા બનાવી શકાય.

આ પણ વાંચો:ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે પ્રારંભ, PM Modi વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની અંતિમ બેઠક ગિફ્ટ સિટી ખાતે હતી
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને કારણે આચારસંહિતા લાગી હતી. જેને લઇને રાજ્ય નહીં સાત મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરની બેઠક ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવી હતી. જે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની અંતિમ બેઠક ગિફ્ટ સિટી ખાતે હતી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં જ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details