ગુજરાત

gujarat

પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલ ગોલ્ડ મેડલથી એક કદમ દૂર, સીએમ રૂપાણીએ આપી શુભેચ્છાઓ

By

Published : Aug 28, 2021, 5:37 PM IST

ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં ભારત દેશ તરફથી ગુજરાતની મહેસાણાની વતની અને હાલ અમદાવાદમાં રહેતી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણીએ સેમિફાઈનલ મેચમાં ચીનના ખેલાડીને ત્રણ- બેથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ભાવિના પટેલને ગોલ્ડ મેડલ જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Vijay Rupani
Vijay Rupani

  • પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલ ગોલ્ડ મેડલથી એક કદમ દૂર
  • સીએમ વિજય રૂપાણીએ આપી શુભેચ્છાઓ
  • સેમિફાઇનલમાં ચીનના ખેલાડીને 3-2 થી હરાવી

ગાંધીનગર: જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક બાદ અત્યારે પેરાલિમ્પિકની રમતો રમાઈ રહી છે. જેમાં ટેબલ ટેનિસમાં ભારત દેશ તરફથી ગુજરાતની મહેસાણાની વતની અને હાલ અમદાવાદમાં રહેતા ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. જેમાં ભાવિના પટેલે સેમિફાઈનલ મેચમાં ચીનના ખેલાડીને ત્રણ- બેથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ભાવિના પટેલને ગોલ્ડ મેડલ જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવિના પટેલને ગોલ્ડ મેડલ જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી

મહેસાણાની દીકરી, અમદાવાદમાં સાસરિયું

ભાવના પટેલની વાત કરવામાં આવે તો ભાવિના પટેલ મૂળ મહેસાણાના સુઢિયા ગામના વતની છે પરંતુ તેઓએ અમદાવાદના યુવાન સાથે લગ્ન કર્યા બાદ તેઓ અમદાવાદમાં જ રહેવાસી બની ગયા છે. તેઓએ લાલન દોશી નામના કોચ પાસેથી વધુ ટ્રેનિંગ લઈને પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવિના પટેલને ગોલ્ડ મેડલ જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી

સીએમ રૂપાણી જાહેર કર્યું છે 10 લાખનું ઇનામ

ગુજરાતમાંથી છ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા હતા અને ઓલમ્પિક તથા પેરાલિમ્પિકમાં દેશનું નેતૃત્વ કરી રહ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 14 જુલાઈના રોજ ગુજરાતમાંથી ઓલમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લઇ રહેલી છ મહિલા ખેલાડીઓને 10 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના એક સાથે છ ખેલાડીઓ ઓલમ્પિક અને પેરાલિમ્પિક માટે પસંદ થયા છે.

ગોલ્ડથી એક કદમ દૂર

મહત્વની વાત કરવામાં આવે તો ટોક્યો પહેલા ઓલમ્પિકમાં મૂળ મહેસાણા અને હાલમાં અમદાવાદના વતની એવા વિના પટેલ ગોલ્ડ મેડલ જીતવાથી ફક્ત એક ડગલું જ દૂર છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પેરાલિમ્પિક ખેલાડી ભાવિના પટેલને ગોલ્ડ મેડલ જીતવા માટેની શુભેચ્છાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details