ગુજરાત

gujarat

મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, વડતાલમાં કરાયું ઓક્સિજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ

By

Published : Jun 6, 2021, 6:13 PM IST

કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં ધાર્મિક સંસ્થાઓનો સહયોગ પ્રસંશનીય છે. મુખ્યપ્રધાન રૂપાણી( Chief Minister Rupani )ની અપિલના પ્રતિસાદ રૂપે હોસ્પિટલમાં વધુ એક પ્લાન્ટ માટે રૂ.25 લાખની જાહેરાત કરાઈ છે. મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani ) સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ ( Swaminarayan Multi Specialist Hospital )ના ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું.

Chief Minister Rupani
Chief Minister Rupani

  • ત્રીજી લહેરની પહેલા થઈ રહી છે તૈયારીઓ
  • મુખ્યપ્રધાને ગાંધીનગરથી ઈ લોકાર્પણ કરાવ્યું
  • વધુ એક ઓક્સિજન પ્લાન્ટOxygen Plan સ્થાપવાની અપીલ

ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઈ રહેલ સમાજસેવા સહિત આરોગ્ય સેવાના કાર્યોના ભાગ રૂપે સ્થાપિત ઓકસીજન પ્લાન્ટOxygen Planનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani ) ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણ કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને 300 ટન PSA ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ

વિજયભાઇ રૂપાણી ( Chief Minister Rupani )એ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન ઉત્પાદન ના કાર્યમાં વડતાલ સહિત અન્ય ધાર્મિક - સામાજિક સેવાભાવી સંસ્થાઓ, અમૂલ, બનાસ ડેરી ઉપરાંત એન.આર.આઇ પણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદન પાત્ર છે. મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ ઉમેર્યું કે, કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plan) અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે. ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું, બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીએ. હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે, ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે.

મુખ્યપ્રધાન રૂપાણી( Chief Minister Rupani )એ આ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી

મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ ( Swaminarayan Multi Specialist Hospital )માં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આજ હોસ્પિટલ ખાતે બીજા 50 બેડના ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજા ઓક્સિજન પ્લાન્ટ માટે સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ ( Swaminarayan Multi Specialist Hospital )ના પ્રમુખ ધનજી દ્વારા રૂપિયા 15 લાખ, મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા 10 લાખ તથા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા રૂપિયા 35 લાખની અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details