ગુજરાત

gujarat

Board Exam 2022 : વાલીઓ ચિંતા ના કરે, અફવાથી દૂર રહેજો: જિતુ વાઘાણી

By

Published : Mar 28, 2022, 11:43 AM IST

રાજ્યમાં ધોરણ 10માં કુલ 7,81,678 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 3,40,468 નિયમિત (Board Exam 2022) વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વાલીઓને ચિંતા ન કરે. બાળકોને સ્વચ્છ વાતાવરણમાં પરીક્ષા આપે છે. આ ઉપરાંત અન્ય કેટલીક સૂચનાઓ (SSC HSC Exam 2022) જીતુ વાઘાણીએ આપી હતી.

Board Exam 2022 : વાલીઓ ચિંતા ના કરે, અસામાજિક તત્વો અફવા ફેલાવશે, અફવાથી દુર રહેજો : જીતુ વાઘાણી
Board Exam 2022 : વાલીઓ ચિંતા ના કરે, અસામાજિક તત્વો અફવા ફેલાવશે, અફવાથી દુર રહેજો : જીતુ વાઘાણી

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગાંધીનગરના સ્વામિનારાયણ ગુરુકુળ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ફૂલ અને સાકર આપીને પરીક્ષાની શુભેચ્છાઓ આપી હતી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12ની બોર્ડની (Board Exam 2022) પરીક્ષામાં કોઈ પણ વાલીઓને ચિંતા ના કરે. બાળકોને સ્વચ્છ વાતાવરણમાં પરીક્ષા આપે છે. આ ઉપરાંત રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા મારફતે પેપર ફુટે હોવાની અનેક અફવાઓ પણ ઉગાડવામાં આવશે. ત્યારે તે અફવા પર પણ ધ્યાન ન દે તેવી વિનંતી પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

"વાલીઓ ચિંતા ના કરે, અસામાજિક તત્વો અફવા ફેલાવશે"

SSC માટે 81 અને HSCE માટે 56 ઝોનની રચના -ધોરણ 10 - 12ની બોર્ડની પરીક્ષા (SSC HSC Exam 2022) માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં કુલ 81 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 56 ઝોનની રચના કરવામાં આવી છે. જ્યારે ધોરણ 10 માટે કુલ 958 કેન્દ્રને ધોરણ 12 માટે કોઈ 667 કેન્દ્ર જેમાંથી સામાન્ય પ્રવાહના 527 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 140 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં કુલ 7,81,678 નિયમિત વિદ્યાર્થીઓ, 9367 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે, ઉપરાંત ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 3,40,468 નિયમિત વિદ્યાર્થીઓ અને 22,270 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સરકારની ઓફર, આ રીતે થશે ફાયદો

ગાંધીનગર થી થશે મોનિટરીગ -રાજ્યના શિક્ષણ પ્રધાન (Education Minister Jitu Waghani) જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ કેન્દ્રનું મોનીટરીંગ ગાંધીનગરથી કરવામાં આવશે. આમ જો કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો તાત્કાલિક ધોરણે તે તકલીફને હલ કરવામાં આવશે. સાથે જ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને (Board Examination in Gujarat) ધ્યાનમાં લઇને રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે પણ વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ પરીક્ષા કેન્દ્રોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી

બસની વ્યવસ્થા આપવામાં આવશે -જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10 અને 12 ના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય તે સમયે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં જો સરકારની વધુ બસ મુકવાની થાય તો બસ પણ મુકવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ને તકલીફ હોય તો કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર ખાતે લાવવા અને લઇ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપ કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં તકલીફ ન થાય તે બાબતની પણ ખાસ વિશેષ તકેદારી રાખવામાં આવી છે. જ્યારે રાજ્યના શિક્ષણ અધિકારીઓની કચેરીઓમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. જે સવારે 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ પણ વાંચો :BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી

પોલીસ અને એસ.આર.પી. સ્ટાફ મુકાશે - ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા અને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક પરીક્ષાના સ્થળોથી સીધી જવાબદારી છે. તે સ્થળ સંચાલકની રહેશે તેવી પણ એસપી તૈયાર કરવામાં આવી છે. જ્યારે પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ નિયત કરેલા ઓળખ પત્ર આપવામાં આવશે. અને શાળામાં ફરજ પરના સ્ટાફની વિગતો સ્થળ સંચાલક રજીસ્ટરમાં રાખશે. અને તેનું નિયંત્રણ કરશે ત્યારે જે કેન્દ્રોમાં થતી હોય છે. ગંભીર પ્રકારની અનિયમિતતા જોવા મળતી હોય તેવા પરીક્ષા સ્થળો પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત જરૂર પડે તો SRP વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે કોઈ પરીક્ષાર્થીની પાસેથી ગેરરીતિ અંગેની સાહિત્ય મળશે. તો તેની સામે ગેરરીતિનો કેસ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details