ગુજરાત

gujarat

BJP On Naresh Patel : જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી

By

Published : Mar 30, 2022, 7:14 PM IST

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાથી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જે નબળા હોય તે બીજાને હાયર કરે છે. ભાજપ મજબુત પાર્ટી(BJP is strong party) છે.

BJP's reaction: જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી
BJP's reaction: જે પોતે સક્ષમ ના હોય તે બીજાને હાયર કરે : જીતુ વાઘાણી

ગાધીનગર: પાટીદાર અગ્રણી નરેશ પટેલની દિલ્હી ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઇ હતી. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Election) પહેલા નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જે નબળા હોય તે બીજાને હાયર કરે છે.

આ પણ વાંચો:ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધના ચૂકાદા અંગે ભાજપની પ્રતિક્રિયા, સુપ્રીમ કોર્ટ જશે ભાજપ

ભાજપની પ્રતિક્રિયા - અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ(BJP state president) CR પાટીલ કહી ચુક્યા છે કે, નરેશ પટેલ તેમના સંપર્કમાં છે. પરંતુ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાથી સરકારના પ્રવક્તા પ્રધાન(Spokesperson Minister) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ પાર્ટી કોઈ પણ વ્યક્તિને પોતાના પક્ષમાં લાવી શકે છે. પરંતુ જે નબળા હોય તે બીજાને હાયર કરે છે. ભાજપ મજબુત પાર્ટી(BJP is strong party) છે. તે ક્યારેય કોઈને હાયર ન કરે. આ જનતાનું મેદાન છે. 2022 માં પણ કોંગ્રેસ હારવાની છે.

આ પણ વાંચો:મહીસાગરમાં જન્મદિનની પાર્ટીના વાઇરલ વીડિયોમાં ભાજપનો કોઈ કાર્યકર્તા નથી : ભરત પંડ્યા

ભાજપની મુશ્કેલીઓ વધી શકે? -કોંગ્રેસ દ્વારા 2022 વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માધવસિંહ સોલંકીની 'KHAM' થિયરી અમલમાં મુકાઈ છે. જેમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમોના મતો અંકે કરવાની વાત હતી. હવે PODAM થિયરી અમલમાં આવશે. જેમાં ઉપરની ચાર કોમો સિવાય પાટીદારોને જોડાશે. ઉપરાંત આદિવાસીઓના પ્રશ્નોને લઇને પણ સરકાર મુશ્કેલીમાં છે

ABOUT THE AUTHOR

...view details