- મ્યુકરમાઇકોસિસની બનાવટી દવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
- સુરત અને અમદાવાદમાં અલગ અલગ સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
- તેલંગણામાં બનાવટી દવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચલાતુ હોવાની પ્રાથમિક માહિતી
ગાંધીનગર :રાજ્યના નાગરિકોને ગુણવત્તા લક્ષી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( Food and Drugs Administration ) દ્વારા મ્યુકરમાઇકોસિસ ( Mucormycosis )ની સારવાર માટે વપરાતી દવા ક્યૂવિકોન (CUVICON) બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો ( Nationwide scam ) પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત વિસ્તારમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 50 લાખ રૂપિયાની કિંમતની પોસાકોનાઝોલ ટેબ્લેટ( Posaconazole Tablets- 100 mg) અને ઓરલ સસ્પેન્શન ( Oral Suspension - 40 mg / ml) બનાવટી દવા પકડી ઉત્પાદકો અને વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યુ હતું.
આ પણ વાંચો: Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો
બનાવટી દવા તૈયાર કરીને રાજ્યભરમાં થયું વેચાણ
તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મહામારી મ્યુકરમાઇકોસિસની સારવારમાં ડોક્ટર દ્વારા લખી દેવામાં આવતી બનાવટી દવા તૈયાર કરીને રાજ્યભરમાં તેનું ડીસ્ટ્રીબ્યુશન થઇ રહ્યુ હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રાજ્યના અલગ અલગ સ્થળે દરોડા પાડી બનાવટી દવાનો જથ્થો પકડી તેને પૃથ્થક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ દવા ગવર્મેન્ટ એનાલીસ્ટના તા. 6 જુલાઇ 2021થી બનાવટી જાહેર થવા પામી છે. આથી રાજ્યભરમાંથી આ દવાનો 1440 ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે.
બનાવટી દવાઓનું એ.પી. સેન્ટર હૈદરાબાદ
તેલંગણાના હૈદરાબાદની મે. એસ્ટ્રા ઝેનીક્સ પ્રા. લી. ( astra xenix pvt. ltd.) દ્વારા ઉત્પાદીત CUVICON TABLETS (Posaconazole Gastro-Resistant Tablets 100 mg) અને CUVICON 40 mg/ml Oral Suspension 105 ml દવા કે જેનો 105 MLની એક બોટલનો ભાવ રૂ. 20,500 છે. તેવી શંકાસ્પદ દવાની બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ આ શંકાસ્પદ દવાના જથ્થામાંથી નમુના લઈ તાત્કાલીક પૃથ્થક્કરણ માટે વડોદરા ખાતે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ( Food and Drug Laboratory ) મોકલી આપવામાં આવ્યો છે. અન્ય 182 દવાની બોટલના જથ્થાનું વેચાણ તાત્કાલીક બંધ કરાવી કાયદેસરના ફોર્મ-15 હેઠળ નિષેધ કરી દેવામાં આવ્યુ છે.