ગુજરાત

gujarat

સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અંગે મોટી જાહેરાત, સોમથી શનિ મળશે આ સમયે સેવા

By

Published : Sep 17, 2022, 7:21 PM IST

ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓને લઇને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જનસામાન્ય અને વયોવૃદ્ધ વ્યક્તિઓ, દર્દીઓના સગાંઓને સ્પર્શતી આ જાહેરાત અંગે વિગતો જાણો અહેવાલમાં. Big announcement about OPD in government hospitals, Monday to Saturday time increased , OPD Timings in Gujarat Govt Hospitals

સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અંગે મોટી જાહેરાત, સોમથી શનિ મળશે આ સમયે સેવા
સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અંગે મોટી જાહેરાત, સોમથી શનિ મળશે આ સમયે સેવા

ગાંધીનગર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવા બાબતે હંમેશા ટીપ્પણી કરતા રહે છે. જ્યારે પણ તેઓ ગુજરાત આવે ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો આરોગ્યની સુવિધામાં સુધારો વધારો કરવાની ગેરંટી પણ આપવામાં આવે છે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ મહત્વની જાહેરાત ( Big announcement about OPD in government hospitals ) કરી હતી. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ઓપીડી સમય વધ્યો છે. સોમવારથી શનિવાર રાતના 8 વાગ્યા સુધી ઓપીડીની સેવાઓ ( Monday to Saturday time increased )આપવામાં આવશે.

ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓને લઇને સરકાર દ્વારા મોટી જાહેરાત

દર્દીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવશે મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે 8 કલાક સુધી ઓપીડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય ( Big announcement about OPD in government hospitals ) કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે. રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિશુલ્ક બે ટાઈમ પૌષ્ટિક ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અંગે મોટી જાહેરાતઅગ્રવાલે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ઓપીડી સમયમાં વધારા વિશે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય જન, શ્રમજીવી પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓપીડીનો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય ( Big announcement about OPD in government hospitals ) કર્યો છે. તેની સાથે સાથે લેબોરેટરી, એક્સ રે તપાસ, ફાર્મસી, ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓપીડીનો સમયગાળો ( Monday to Saturday time increased ) વધારાયો છે. સવારની ઓપીડીનો સમયગાળો સોમવારથી રવિવાર સવારે 9 થી 1 કલાક અને સાંજની ઓપીડીનો સમયગાળો સોમવારથી શનિવાર સાંજે 4 થી 8 કલાકનો રહેશે. જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ ચાલુ રહેશે.

દર્દીઓના સગા માટે સુવિધાઓ આ માટે જે હોસ્પિટલોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દી અને દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં ( Big announcement about OPD in government hospitals ) આવી રહી છે. તેવી સંસ્થાઓ સાથે જે તે હોસ્પિટલ દ્વારા ફરજિયાતપણે એમઓયુ કરી બેઠક વ્યવસ્થા તેમજ લાઇટ પંખા તેમજ સ્વચ્છતાની જાળવણી સાથૈ જમવા માટે નિશ્ચિત જગ્યા ખાતે યોગ્ય આયોજન કરવામાં આવશે. જે હોસ્પિટલોમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થાનું આયોજન હાલમાં કરવામાં આવતું નથી ત્યાં હોસ્પિટલ દ્વારા સરકારી ખર્ચે આયોજન કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ ખાતેના રસોઇ ઘરની સમયાંતરે મુલાકાત લઈને અને દર્દી તેમજ તેના એક સગાંને અપાતા ભોજનની ગુણવત્તાનું ચેકીંગ કરી સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે તેમ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

કેટલા દર્દીઓને થશે ફાયદોઅગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં 450 ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલઞ્ન હોસ્પિટલો કાર્યરત છે. જેમાં હાલની ઓપીડીમાં દરરોજ 1.25 લાખથી 1.30 લાખ નાગરિકો લાભ લઈ રહ્યા છે. આ બે કલાકનો સમય વધારવાના ( Monday to Saturday time increased ) લીધે દરરોજના વધુ 35થી 40 હજાર નાગરિકો લાભ લઈ શકશે. સમય વધારવાના લીધે ( Big announcement about OPD in government hospitals ) નાના સ્વરોજગાર મેળવતા લોકો તથા નોકરિયાત લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે.

વયોવૃદ્ધ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃદ્ધ 60 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય ( Big announcement about OPD in government hospitals ) કરાયો છે. 60 વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેન્ટરો તેમજ હોસ્પિટલોમાં સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓપીડી, કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વગેરે સ્થળ પર વયોવૃદ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે. શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડીની વ્યવસ્થા ઉભી કરાશે. વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ આરક્ષિત રાખવામાં આવશે. આ તમામ સેવાઓ અગેના સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details