ગુજરાત

gujarat

નથુરામ ગોડસેની મૂર્તિ લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ભરતસિંહ સોલંકી

By

Published : Nov 17, 2021, 2:32 PM IST

જામનગરમાં સંપત બાપુના આશ્રમ પાસે હિન્દુ સેના દ્વારા નથુરામ ગૉડસેની પ્રતિમાનું (idol of Nathuram Godse) અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા કોંગ્રેસે તોડી પાડી હતી. આ પ્રતિમા ગાંધીજીનું અપમાન હોવાથી કોંગ્રેસે આ પ્રતિમાને પથ્થરથી તોડી નાખી હતી. આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) તેમજ કોંગ્રેસના આગેવાનોએ આ મૂર્તિ બનાવનાર, મૂર્તિ લગાવનાર અને સાથે રહેનાર વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો (The crime of treason) દાખલ કરવા ગાંધીનગર પોલીસ ભવન ખાતે DGPને રજૂઆત કરી હતી.

Bharatsinh Solanki
Bharatsinh Solanki

  • ગાંધીજીને મારી નાખનાર નથુરામ ગોડસેની મૂર્તિ જામનગર લગાવવામાં આવી હતી
  • કોંગ્રેસ દ્વારા ડીજીપીને દેશદ્રોહનો ગુનો દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
  • ગાંધીજીનું અપમાન થતા કોંગ્રેસે મૂર્તિને તોડી પાડી

ગાંધીનગર: જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા (idol of Nathuram Godse) લગાવવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મૂર્તિ બીજા દિવસે જ તોડી પાડવામાં આવી હતી. આ મામલે રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રતિઘાત પડ્યા છે. જેથી કોંગ્રેસે કહ્યું હતું કે, આવા લોકો આતંકવાદી કરતાં પણ ભૂંડા છે. ભાજપ પણ આ બાબતે કોઈ પ્રતિભાવ નથી આપતું જેથી દેશદ્રોહનો ગુનો (The crime of treason) લગાવવા બાબતે DGPને આવેદનપત્ર આપ્યું હતું.

નથુરામ ગોડસેની મૂર્તિ લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ભરતસિંહ સોલંકી

મૂર્તિ લગાવનાર સાથે રહેનાર તેમજ આ મૂર્તિ બનાવનારએ દેશનું અપમાન કર્યું: ભરતસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) જણાવ્યું હતું કે, ગઈકાલે જે બનાવ બન્યો તેના સંદર્ભમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે તેવા મહાત્મા ગાંધીને સૌ કોઈ માને છે. જેમણે અનુસરે વિશ્વભરમાં લોકો અનુસરે છે. લોકો માટે તેમને આજીવન સતત કાર્ય કર્યું છે. તેવા ગાંધીજીને ક્રૂર રીતે મારનાર નથુરામ ગોડસેની મૂર્તિ (idol of Nathuram Godse) ગુજરાતમાં રામનગર ખાતે બનવામાં આવે છે અને આ બાબતે ભાજપના વડાપ્રધાન, ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાન કોઈપણ મૂર્તિ લગાવવા અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. તે પણ સરદારની ભૂમિ પર, ગાંધીજીની ભૂમિ પર આ પ્રકારની મૂર્તિઓ બનાવનારા દેશદ્રોહીઓ છે. આ દેશદ્રોહીઓ ઉપર દેશદ્રોહનો ગુનો લગાવવો જોઈએ. મૂર્તિ લગાવનાર સાથે રહેનાર તેમજ આ મૂર્તિ બનાવનારાએ દેશનું અપમાન કર્યું છે. આવા લોકો આતંકવાદીઓ કરતા પણ ભૂંડા છે. જેથી દેશદ્રોહનો ગુનો લગાડી તેમની ધરપકડ કરવી જોઈએ.

નથુરામ ગોડસેની મૂર્તિ લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ભરતસિંહ સોલંકી

ભારતીય જનતા પાર્ટી સત્તાનો દૂર ઉપયોગ કરે છે ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિ છે ભાજપની

વધુમાં ભરતસિંહે (Bharatsinh Solanki) કહ્યું કે, બીજેપીને આ પ્રકારનું મૂર્તિ લગાવનારા લોકો સામે દેશદ્રોહનો ગુનો (The crime of treason) દાખલ થવો જોઇએ. તે બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ. આ અમારો મુખ્ય મુદ્દો છે પરંતુ આત્મારામભાઈ જેવા લોકો કે જેઓ પાંચ વર્ષની ઉજવણી કરતા હોય અને તેમને ઢસડીને નીચે લાવી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી સત્તાનો દૂર ઉપયોગ કરી, ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિ અંગ્રેજો કરતાં પણ ભૂંડી રીતે અપનાવી રહી છે.

આ પણ વાંચો:ગુજરાતના રમખાણો દરમિયાન રાજકીય વર્ગ, નોકરશાહી અને અન્યો વચ્ચે 'મજબૂત મિલીભગત' રહી : ઝાકિયા

આ પણ વાંચો: સૂકા સાથે લીલું બળ્યું: અમદાવાદ AMCએ ઈંડા નોન-વેજની લારીઓ બાદ ખાણીપીણીના લારી ગલ્લા જપ્ત કર્યા

ABOUT THE AUTHOR

...view details