ગુજરાત

gujarat

Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

By

Published : Mar 26, 2022, 5:33 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાને (Amit Shah to Corporators )કલોલમાં ભાજપના કોર્પોરેટરોને (Gandhinagar bjp )ટકોર કરી હતી કે આવનારી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) એવી મહેનત કરો કે જેથી ભાજપે તોડફોડ ના કરવી પડે. અમિત શાહ અહીં વિકાસના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ગુજરાત (HM Amit Shah Gujarat Visit 2022) આવ્યા છે.

Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર
Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

ગાંધીનગર- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ શહેર ખાતે તેમના બે કાર્યક્રમ અને કલોલ તાલુકા (Gandhinagar bjp )ખાતે પણ બે કાર્યક્રમ છે. આ ચાર વિસ્તાર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંથી તેઓ ચૂંટાયા છે. અમિત શાહ અહીં વિકાસના કામના લોકાર્પણ અને ખાતર્મુહત માટે ગુજરાત (HM Amit Shah Gujarat Visit 2022) આવ્યા છે. તેઓ પોતાના મતવિસ્તારના રાજકીય અને વિકાસને લગતી બાબતોનું સતત ધ્યાન રાખે છે.

પોતાના મત વિસ્તારમાં તમામ વિધાનસભાની બેઠકો ભાજપ જીતે તે માટે અમિત શાહ પ્રયત્નરત

કલોલને ઘણું આપવાની અમિત શાહની ખાતરી-કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કલોલ ખાતે નગરપાલિકાના વિકાસ કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવા ભારતમાતા ટાઉનહોલ ખાતે આવ્યા હતાં. જ્યાં નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી પટેલે કલોલ માટે ઇન ડાયરેકટ જુદી-જુદી માંગણીઓ કરી હતી. જે પુરી કરવાની અમિત શાહે ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Amit Shah Gujarat Visit Update: ગુજરાત ભાજપનો ગઢ છે, હતો અને રહેશેઃ અમિત શાહ

કલોલ પાસે માગણી-કલોલ વિધાનસભા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કોંગ્રેસના છે. અમિત શાહે નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોને (Amit Shah to Corporators )ટકોર કરી હતી કે, આવનારી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022)એવી મહેનત કરો કે જેથી ભાજપે તોડફોડ ના કરવી પડે. સાથે જ તેમણે કલોલની જનતાને જણાવ્યું હતું કે, અમે કલોલમાં વિકાસ તો કરીશું જ પણ તમે નગરપાલિકા, જિલ્લા પંચાયત, સાંસદ ભાજપના જ ચૂંટયાં છે. તો જે ખાલી જગ્યા ધારાસભ્યની છે તે પણ ભાજપને જ આપો. આમ પોતાના મત વિસ્તારમાં તમામ વિધાનસભાની બેઠકો ભાજપ જીતે તે માટે અમિત શાહ પ્રયત્નરત છે.

આ પણ વાંચોઃ Amit Shah at Kalol: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં પાર્ટી કાર્યકરના ઘરે લીધી મુલાકાત

2012 અને 2017 માં કલોલ વિધાનસભા કોંગ્રેસને પક્ષે-કલોલ વિધાનસભામાં 02 લાખથી વધુ મતદારો છે. તેના વર્તમાન ધારાસભ્ય બળદેવજી ઠાકોર કોંગ્રેસના છે. 2012 અને 2017 બંનેમાં બળદેવજી ઠાકોરે ભાજપના ડો.અતુલ પટેલને હરાવ્યાં હતાં. જો કે જીતનું માર્જિન મોટું રહ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details