ગુજરાત

gujarat

Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી

By

Published : Mar 14, 2022, 2:43 PM IST

સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં (Amit Shah Lok Sabha constituency)ફેલાયેલા ઝાડા ઉલ્ટીના રોગચાળાના સંદર્ભમાં વ્યવસ્થાતંત્રને આ સમસ્યા પર ઝડપથી કાબૂ મેળવવા જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ આપ્યા હતા. તેઓ પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં કાર્યોને લઈને દિલ્હી બેઠા અહીંથી માહિતી મંગાવી લે છે.

Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી
Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી

ગાંધીનગર:લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર પ્રધાન અમિત શાહે તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર જિલ્લાના કલોલમાં ફેલાયેલા ઝાડા ઉલ્ટીના રોગચાળાના(Epidemic of diarrhea and vomiting) સંદર્ભમાં રિપોર્ટ મંગાવી જિલ્લા અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને (District and local administration)આ સમસ્યા પર ઝડપથી કાબૂ મેળવવા જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો:Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

અમિત શાહની સૂચના - આમિત શાહે આ સમસ્યાના કાયમી સમાધાન માટે અને નાગરિકોને પડતી હાલાકી નિવારવા સમગ્ર વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી. આ ઉપરાંત અસરગ્રત દર્દીઓને(Affected patients) કલોલ સહિત આસપાસના આરોગ્યકેન્દ્રમાં (Kalol Health Center)સઘન અને ઝડપથી સારવાર મળી રહે અને સત્વરે આ રોગચાળા પર કાબૂ મેળવી(Overcoming the epidemic) શકાય તે માટે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો:Irrigation water facility in olpad : આઝાદી પછી સૌ પ્રથમવાર છીણી ગામને મળ્યું સિંચાઈનું પાણી

અમિતશાહ પોતાના મત વિસ્તારના કાર્યોને લઈને સક્રિય - અમિતશાહ પોતાના લોકસભા મતવિસ્તાર (Amit Shah Lok Sabha constituency )ગાંધીનગરમાં કાર્યોને લઈને દિલ્હી બેઠા અહીંથી માહિતી મંગાવી લે છે. ત્યારે પાણીજન્ય ઝાડા-ઉલ્ટી નાબૂદ કરવા (To eradicate waterborne diarrhea-vomiting)કલોલ પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી પાઇપલાઇન મંજૂર(Approved new drinking water pipeline) કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details