ગુજરાત

gujarat

હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

By

Published : Sep 27, 2021, 5:41 PM IST

Updated : Sep 27, 2021, 6:15 PM IST

કચ્છના મુન્દ્રા બંદર ઉપરથી 21 હજાર કરોડનું હેરોઇન પકડાવાનો મુદ્દો સમગ્ર દેશમાં ગાજી રહ્યો છે. સરકારી એજન્સીઓ દ્વારા આ સાથે સંકળાયેલા લોકોની દેશભરના ખૂણે-ખૂણેથી ધરપકડ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અદાણી સામે કેસ દાખલ કરવા માગણી કરી હતી.

હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર
હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

● મુન્દ્રા ડ્રગ્સ મુદ્દે અદાણી સામે ગુનો દાખલ કરો

● હેરોઇનનો સોદો કરનાર ભાજપ સરકાર

● બંદરોના ખાનગીકરણનું આ પરિણામ

વિધાનસભામાં ગરજયો ડ્રગ્સનો મુદ્દો

ગાંધીનગર- ડ્રગનો આ મુદ્દો ગુજરાતના વિધાનસભામાં પણ ગરજયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, મુંદ્રા પોર્ટ પરથી અધધ માત્રામાં હેરોઇન પકડાયું છે. તેને લઈને અદાણી સામે ગુનો દાખલ કરવામાં આવે. જો કોઈ સામાન્ય માણસના ગાડીમાંથી દારૂની ખાલી બોટલ પણ પકડાય તો પોલીસ તેના પર કેસ કરે છે. તો 21 હજાર કરોડનું હેરોઇન પકડાતાં અદાણી સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી?

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો
● ડ્રગ્સનો 01 લાખ કરોડમાં સોદોખરેખર 21 હજાર કરોડના ડ્રગનો સોદો એક લાખ કરોડમાં થયો છે. હેરોઇનો સોદો કરનાર આ ભાજપની સરકાર છે. બંદરોના ખાનગીકરણનું આ પરિણામ છે. આ પણ વાંચોઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જંગી જથ્થો, તાલિબાની કનેક્શનની શક્યતાઓ

આ પણ વાંચોઃ મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ

Last Updated : Sep 27, 2021, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details