ગુજરાત

gujarat

Gujarat Assembly elections 2022 - 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક, ચૂંટણીની ઘડાશે રણનીતિ

By

Published : Jun 10, 2021, 7:53 PM IST

ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક 15 June ના રોજ ગાંધીનગરમાં મળવા જઈ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ગત બે મહિનાથી ધારાસભ્યોની બેઠક મળી શકી ન હતી. જેથી કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સહિત કોરોનાની વેક્સિનનો વ્યાપ વધારવા માટેની પણ ચર્ચા થશે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, સરકાર પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના છે, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022 ) અંગે રણનીતિ ઘડાશે.

CM Rupani
CM Rupani

  • 15 June ના રોજ ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly elections 2022)ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે બેઠક
  • મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani ), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રધાનમંડળના તમામ પ્રધાનો રહેશે હાજર

ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani ), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ( DYCM nitin patel ) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ દિલ્હીથી ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની બેઠક 15 June મંગળવારના રોજ વિધાનસભા બિલ્ડિંગના ચોથા માળે મળશે.

15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક, ચૂંટણીની ઘડાશે રણનીતિ

કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળ કામગીરી

તમામ ધારાસભ્યોની બેઠકમાં કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી પરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. જો કે, કોરોનામાં સરકારની કામગીરી નિષ્ફળ રહી છે. 108 એમ્બ્યુલન્સનું 18 કલાકનું વેઈટિંગ, રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી ( Remedivir Injection black Marketing ), તમામ હોસ્પિટલ્સ ફુલ, દર્દીઓ બેડ મેળવવા ફાંફા મારવા પડ્યા હતા, 108 એમ્બ્યુલન્સમાં દર્દી આવે તેને જ દાખલ કરવા જેવા અણઘડ નિર્ણયો, કોરોનાની સારવાર માટેની દવાઓ અને ઈન્જેક્શન માટે દર્દીઓના સગાઓને આમથી તેમ રખડવું પડ્યું છે. કોરોનાની વેક્સિનનું ખાનગીકરણ ( Privatization of corona vaccine ), સરકારી હોસ્પિટલ્સમાં વેક્સિન ન હોવી, આવા તમામ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારના કાન આમળ્યા હતા. જે બાદ ગુજરાત સરકારે નિર્ણયો લેવા પડ્યા છે. આવા અનેક મુદ્દે સરકારની નબળી કામગીરીથી કેટલાક અંસતુષ્ટ ધારાસભ્યોમાં ગણગણાટ છે.

આ પણ વાંચો -ગુજરાતમાં ત્રણ પક્ષની એન્ટ્રી બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કઈ ગણતરીઓ મુખ્ય બનશે?

કોરોના કાળમાં કેટલાય ધારાસભ્યો દેખાયા નથી

ભાજપ પ્રદેશ પ્રમુખસી. આર. પટેલ પાટીલ પણ સરકારની કામગીરીથી વાકેફ છે, અને તેમને પણ નારાજ હોવાનું જણાઇ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં કેટલાય ધારાસભ્યો ઘરમાં છૂપાઈને બેસી ગયા હતા. જેની ભારતીય જનતા પાર્ટીએ નોંધ લીધી છે.

આ પણ વાંચો -ભાજપના ધારાસભ્યોની બેઠક મળી, નીતિન પટેલે કહ્યું-અન્ય ધારાસભ્યોના મત મળશે

સરકારનું વિસ્તરણ થશે?

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 15 June ના રોજ મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પ્રધાનમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આવે છે, તે પહેલા સરકારનું વિસ્તરણ કરવું જ પડશે. હવે રાજ્ય સરકારે વધુ એલર્ટ રહેવું પડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022) અગાઉ સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવા અંગે પણ વિચારવું પડશે. 15 June ના રોજ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022) અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details