ગુજરાત

gujarat

રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ

By

Published : Aug 9, 2021, 5:17 PM IST

ગાંધીનગર
ગાંધીનગર

કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરના કારણે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ગુજરાત સરકારે પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને ધોરણ 10ના માર્કને આધારે ધોરણ 12નું પરિણામ આપ્યું હતું. જે વિદ્યાર્થીઓ આ પરિણામથી અસંતુષ્ટ હતા તેવા 65 વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં 12થી 18 ઓગસ્ટ દરમિયાન પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ વિધાર્થીઓ નારાજ
  • ફક્ત 65 જેટલા વિધર્થીઓ નરાજગી નોંધાઇ
  • 65 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન 1 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરના કારણે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ગુજરાત સરકારે પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને ધોરણ 10ના માર્કને આધારે ધોરણ 11નું પરિણામ અને ધોરણ 12નું શાળાકીય પરિણામના આધારે પરિણામ તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. જેમાંથી ફક્ત 65 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની નોંધણી કરાવી છે.

ફક્ત અમદાવાદમાં 12 ઓગસ્ટથી પરીક્ષા યોજાશે

વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા સચિવ જે.જી. પંડયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ જ ફરીથી પરીક્ષા આપવા માટે તૈયાર થયા છે. આમાં ફક્ત 65 જેટલા જ વિદ્યાર્થીઓ હોવાના કારણે સમગ્ર રાજ્યમાંથી ફક્ત અમદાવાદ સેન્ટર પર જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન દિવસમાં બે પેપરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 17 અને 18 ઓગસ્ટના દિવસે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.

65 વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં યોજાશે પરિક્ષા

ક્યાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ

ગ્રેડ વિદ્યાર્થીઓ
A1 3245
A2 15,284
B1 24,757
B2 26,831
C1 22,174
C2 12,071
D 2609
E1 289
E2 4

ગ્રુપ Aનું પરિણામ

ગ્રેડ વિદ્યાર્થીઓ
A1 1629
A2 7780
B1 11,621
B2 10,695
C1 7319
C2 3384
D 639
E1 75
E2 00

ગ્રુપ Bનું પરિણામ

ગ્રેડ વિદ્યાર્થીઓ
A1 1614
A2 7501
B1 13,131
B2 16,133
C1 14,854
C2 8685
D 1970
E1 214
E2 4

AB ગ્રુપનું પરિણામ

ગ્રેડ વિદ્યાર્થીઓ
A1 2
A2 3
B1 5
B2 3
C1 1
C2 0
D 0
E1 0
E2 0

હવે જે પરિણામ આવે એ અંતિમ પરિણામ રહેશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ હોય તેઓ ફરીથી પરિક્ષા આપી શકશે અને 3 ઓગસ્ટ સુધીમાં તેઓ સ્કૂલ મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને પોતાની માર્કશીટ જમા કરીને અરજી કરી શકશે ત્યારે કુલ ફક્ત પાંચ જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાંથી ફરીથી પરીક્ષા આપવાની અરજી કરી છે. ત્યારે હવે જે પરિણામ આવશે તે પરિણામ અંતિમ પરિણામ ગણવામાં આવશે. આમ નિયમ પ્રમાણે પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં જો પરીક્ષાથી પોતાની અરજી પરત ખેંચે તો પહેલાનું પરિણામ માન્ય ગણવામાં આવે છે, પરંતુ પરીક્ષા આપ્યા બાદ જે પરિણામ આવશે તે પરિણામ માન્ય ગણવામાં આવશે.

આ પણ વાંચો- 50:25:25ની ફોર્મ્યુલા જાહેર: ધોરણ 10ના 50 ટકા અને ધોરણ 11ના 25-25 ટકા ગુણ ધો.12ના પરિણામમાં ગણાશે

ત્યારે 17 જુલાઈના દિવસે જાહેર થયું હતું પરિણામ

2021ના રોજ સવારે 8 કલાકે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનિઓ પરીક્ષામાં પાસ થયા છે.

ABOUT THE AUTHOR

...view details